Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

વિશ્વવિક્રમઃ એક કલાસમાં ૪૪ જોડિયાં અને ૧ ટ્રિપ્લેટ્સ

ન્યુયોર્ક તા. ૧૦: અમેરિકાના ઇલિનોઇમાં આવેલી ન્યુ ટ્રિઅર હાઇસ્કૂલમાં ૪૪ જોડિયાં અને એક ટ્રિપ્લેટ્સ ભણી રહ્યાં છે. કોઇ એક કલાસમાં સૌથી વધુ ટ્વિન્સ અને ટ્પ્લિેટ્સ ભણતા હોય એવો આ નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલાંનો રેકોર્ડ વિલ્મેટ ટાઉનની હાઇક્રેસ્ટ મિડલ સ્કૂલના નામે હતો જયાં ર૪ જોડિયાં એકસ સાથે એક જ કલાસમાં ભણતાં હતાં. આ સ્કૂલમાંથી મોટા ભાગના ટ્વિન્સ ભણીને ન્યુ ટ્રિઅર્સ યુનિવર્સિટીમાં આવ્યા છે અને આ યુનિવર્સિટીમાં ઓલરેડી બીજાં જોડિયાં હતાં. લ્યુક અને રાયન નોવોસેલ નામનાં બે જોડિયા ભાઇઓએ વિલ્મેટની સ્કૂલ માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડની અરજી કરી હતી. તેમણે જ હવે હાયર સ્ટીઝ માટે યુનિવર્સિટીમાં આવ્યા પછી બીજી જગ્યાએથી આવેલા ટ્વિન્સ અને ટ્રિપ્લેટ્સને સાથે લઇને નવા રેકોર્ડ માટે અપ્લાય કર્યું હતું. આ યુનિવર્સિટીમાં વિવિધ ડિપાર્ટમેન્ટના સેકન્ડ યરમાં ભણતા વિદ્યાર્થીઓમાં ૪૪ મલ્ટિપ્લેટ્સ હોવાનો ખિતાબ મળ્યો છે.

(7:46 pm IST)