Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

અમદાવાદ મનપાના તળાવ નિર્માણમાં કરોડોના ખર્ચ છતાં જાળવણીમાં બેદરકારી:તળાવો સૂકાભઠ્ઠ

અધિકારીઓને નવા તળાવ બનાવવામાં રસ છે પણ આ તળાવમાં પાણીનો સંગ્રહ કેવી રીતે થાય તેમાં સહેજ પર રસ નથી ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા તળાવ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે ત્યારે તળાવો સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓને નવા તળાવ બનાવવામાં રસ છે પરંતુ તળાવમાં પાણીનો સંગ્રહ કેવી રીતે થાય તે બાબતમાં રસ જણાતો નથી. વરસાદમાં તળાવની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાતું જોવા મળશે પણ તળાવ ખાલીખમ હશે એ બતાવે છે કે પાલિકા પાસે વરસાદી પાણીનો નિકાલ તળાવોમાં થાય તેવું કોઈ આયોજન જ નથી. તેમજ તેની જાળવણી માટે કોર્પોરેશન બેદરકારી દાખવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા તળાવ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે ત્યારે તળાવો સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓને નવા તળાવ બનાવવામાં રસ છે પરંતુ તળાવમાં પાણીનો સંગ્રહ કેવી રીતે થાય તે બાબતમાં AMCને રસ જણાતો નથી. શહેરના તળાવ ગંદકીથી ખદબદી રહ્યા છે. જે તળાવ બની ગયા છે તેમાં ગટરનું પાણી ઠલવાયું રહ્યું છે.ત્યારે એએેમસી દ્વારા ખર્ચાયેલા કરોડો રૂપિયા ક્યાં ખર્ચાયા તે એક મોટો સવાલ છે.

જોકે આ ફક્ત ચંડોળા તળાવની જ સ્થિતિ નથી. આવી જ સ્થિતિ અન્ય તળાવોની પણ છે. આજ તળાવોની આસપાસ વરસાદી પાણી ભરાવાની મુશ્કેલી સર્જાતી હોય છે અને વરસાદ બાદ આજ તળાવ ખાલીખમ જોવા મળે છે.તળાવોના શહેર ગણાતા અમદાવાદમાં 1960ના દશકમાં 204 નાના-મોટા તળાવ હતા.જેની સંખ્યા ઘટીને 139 થવા પામી છે.ત્યારે તંત્રનો દાવો છે કે તળાવમાં પાણીનો સંગ્રહ કરાશે.શહેરમાં કુલ 44 તળાવને ઈન્ટરલીંકીંગ  કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો

(12:36 am IST)