Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

નર્મદા જિલ્લાના ફુલસર અને અલવા ગામમાંથી પોલીસે જુગાર રમતા આઠ જુગારીયાઓ સામે ગુના દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ફુલસર ગામમાંથી અને તિલકવાડા તાલુકાના અલવા ગામથી પોલીસે જુગારધામ પર છાપો મારી ગુના દાખલ કર્યાં હતાં
પ્રાપ્ત માહિતી મુજબ દેડીયાપાડા પોલીસે બાતમીના આધારે ફુલસર ગામમાં ચાલતા જુગાર પર રેડ કરતા ત્યાંથી (૧) રાકેશભાઇ નારણભાઇ મરાઠા( રહે.નવી નગરી દેડીયાપાડા જી.નર્મદા) (૨) ગુરજીભાઇ રૂપાભાઇ વસાવા( રહે.ફુલસર નિશાળ ફળિયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા)ના ઓના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામા આક ફરકના આકડાઓ લખી લખાવી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા રૂપિયા ૩૯૦૦  સાથે પકડી ગુનો દાખલ કર્યો છે
જ્યારે તિલકવાડા પોલીસે અલવા ગામની સીમમા જુગાર રમી રમાડતા આ કામના શખ્સોને અંગ ઝડતીમાંથી રોકડ રૂ.૧૭૦૦  તથા દાવ ઉપરના રૂ.૭૦૦ મળી જુગારના રોકડ રૂ.૨૪૦૦ મળી આવેલ તથા મોબાઈલ નંગ-૧ કિ.રૂ.૫૦૦ મળી કુલ રૂ.૨૯૦૦ નાં મુદ્દામાલ સાથે મહેશભાઇ ઉર્ફે મુકેશભાઈ માનસિંગભાઈ ભીલ રમેશ ભાઇ તેજયાભાઇ જાતે ભીલ (બંન્ને રહે.અલવા મોટા ફળિયા તા.તિલકવાડા),સંજયભાઈ બાબુભાઈ ભીલ નરેશભાઇ રાજેશભાઇ ભીલ રાકેશભાઇ દિનેશભાઇ ભીલ,શૈલેષભાઇ દિનેશભાઇ ભીલ (તમામ રહે.અલવા મોટા ફળિયા ,તા.તિલકવાડા )નાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:26 pm IST)