Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

વડોદરામાં વિદેશ મંત્રી એસ જયશંકરે શી-ટીમની મુલાકાત લીધી:કામગીરીનું પ્રેઝેન્ટેશન નિહાળ્યું

પોલીસની શી ટીમને અત્યંત પ્રેરિત અને લિંગ સંવેદનશીલ તથા સામાજિક રીતે કાળજી રાખનારી પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું

વડોદરા :  ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર બે દિવસીય વડોદરાની મુલાકાતે છે.તેમણે શહેર પોલીસ ભવન ખાતે કાર્યરત મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સહાયરૂપ થતી શી ટીમના કાર્યાલયની મુલાકાતે પહોંચ્યા હતા. વિદેશ મંત્રીએ પોલીસ ભવન ખાતે સીટીમ કાર્યાલયની મુલાકાત લઇ કામગીરીની જાણકારી મેળવી હતી અને સાથે જ ભૂતકાળમાં કરવામાં આવેલી કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું જે બાદ પોતાનો પ્રતિભાવ વિઝીટર બુકમાં આપ્યો હતો. વિદેશમંત્રી અને મહાનુભાવોની મુલાકાત વેળાએ શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશેર સિંધ, પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા અને પોલીસ કમિશનર અભય સોની તેમજ શી ટીમના નોડલ અધિકારી રાધિકા ભરાઇ હાજર રહ્યાં હતા.

વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર આ તકે મહિલા પોલીસની શી ટીમ ને અત્યંત પ્રેરિત અને લિંગ સંવેદનશીલ તથા સામાજિક રીતે કાળજી રાખનારી પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમની સાથે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી ભાર્ગવ તેમજ શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પણ જોડાયા હતા.મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા સંચાલિત શી ટિમ દ્વ્રારા મહિલા ઓ,સિનિયર સીટીઝન અને બાળકો ની સુરક્ષા માટે કરાઈ રહી છે વિવિધ પ્રવૃત્તિઓ મહિલા વિરોધી અપરાધ પર અંકુશ મેળવવામાં અને છેડતી બાજો,આછોડ તોડને સાણસામાં લેવા વડોદરા શહેર પોલીસની શી ટિમની મહત્વ ની ભૂમિકા રહેલો છે.

વિદેશ મંત્રી એજ મહિલા પોલીસની કામગીરીથી પ્રભાવિત થઇ શી ટિમ ની મુલાકાત લેવાની ઈચ્છા દર્શાવી હતી.દેશના અન્ય રાજ્યો શહેરોમાં પણ વડોદરા પોલીસની શી ટીમ પ્રોજેકટનો અમલ થાય તેવા પ્રયાસ કરવા વિદેશ મંત્રી એસ જયશંકર ઈચ્છા વ્યક્ત કરી હતી.

(8:06 pm IST)