Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

વિરમગામ શહેર ભાજપ સંગઠનની કારોબારી બેઠક નગરપાલિકા ટાઉનહોલ ખાતે યોજાઈ

વિરમગામ : વિરમગામ નગરપાલિકા ટાઉનહોલ ખાતે વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનની કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં ખાદીગ્રામ ઉદ્યોગ બોર્ડ ના પૂર્વ ચેરમેન કુશળસિંહ પઢેરિયા વિરમગામ ના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ , મહિલા મોરચાના જીલ્લા પ્રમુખ પ્રીતિબેન ઠક્કર , જીલ્લા ના મંત્રી કિર્તીબેન આચાર્ય, વિરમગામ નગરપાલિકા ના પ્રમુખ ચેતનભાઈ રાઠોડ, ઉપપ્રમુખ  દીપાબેન મિલનકુમાર ઠક્કર, શહેર પ્રમુખ નરેશભાઇ શાહ સહિત ના શહેર સંગઠનના હોદ્દેદારો કાઉન્સિલરો - કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી વિધાનસભાની ચૂંટણી ને ધ્યાન માં રાખી પાર્ટી ની રણનીતિ ઘડવા માટે શહેર સંગઠનની કારોબારી બેઠક યોજાઈ હતી.

(7:40 pm IST)