Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

સુરતની સિવિલ હોસ્પિટલમાં ટોયલેટના તબમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા અરેરાટી મચી જવા પામી

સુરત:નવી સિવિલ હોસ્પિટલમાં આજે ટ્રોમાં સેન્ટરના ટોયલેટના ટબમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.આજે વહેલી સવારે સફાઈ કર્મચારી સફાઈ કરવા પહોંચ્યો ત્યારે ટોયલેટ ટબમાં મૃતદેહ દેખાયો હતો. આ અંગે તાત્કાલિક અધિકારીઓને જાણ કરતા સિવિલ તંત્ર દોડતું થયું હતું.અને ઘટના અંગે તપાસના ઓર્ડર આપ્યો હતો.સિવિલના ઈતિહાસમાં આ પ્રથમવાર ઘટના બની હતી. આ અંગે સિવિલ ખાતે મળતી માહિતી અનુસાર સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના શૌચાલયમાં અધૂરા માસે પ્રસુતિથી જન્મેલી બાળકીનો મૃતદેહ ટોયલેટના ટબના પાણીમાંથી મળી આવી હતો.આજે સવારે દરરોજની જેમ સફાઈ કર્મચારી ટોયલેટની સફાઈ કરવા પહોંચ્યો હતો.ત્યારે સફાઈ કર્મચારીને બાળ મૃતદેહ દેખાયો હતો.મૃતદેહ દેખાતા કર્મચારી પણ ગભરાઈ ગયો હતો. તાત્કાલિક અધિકારીઓને જાણ કરતા સિવિલ તંત્ર દોડતું થયું હતું.અધૂરા માસે જન્મેલી બાળકીના મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ સિવિલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પ્રસૂતાની શોધખોળ શરૂ કરી હતી.સિવિલના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની હતી.હાલ પ્રસુતિ ક્યારે થઈ અને નવજાતની માતા કોણ તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે

(5:16 pm IST)