Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

દેડીયાપાડા તાલુકાના સોરાપાડા ગામે માતા સાથે આડા સબંધનો વ્હેમ રાખી યુવાનની હત્યા,બે સામે ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સોરાપાડા ગામમાં માતા સાથે આડા સંબંધ હોવાના વ્હેમે એક યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારતાં બે શખ્સો સામે ગુનો દાખલ થયો    છે
પ્રાપ્ત માહિતી અનુસાર નિલમબેન આશિષભાઇ કોટવાડીયા (રહે-સોરાપાડા,નિશાળ ફળીયુ ) નાઓએ આપેલી ફરિયાદ મુજબ ગામના દિપકભાઇ જલમસીંગ ભાઇ કોટવાડીયા તથા રવિન્દ્રભાઇ નવાભાઇ કોટવાડીયા તેમના પતિ આશિષભાઇ રાયસીંગભાઇ કોટવાડીયા ને દિપકભાઇની માતા ઇન્દાબેન જલમસીંગભાઇ કોટવાડીયા નાઓ સાથે આડા સબંધો છે તેવો વહેમ રાખી આશિષભાઈ પોતાના ઘરમાં સુતા હતા તે વખતે ઘરમાં પ્રવેશ કરી દિપકભાઇએ છાતીના ભાગે લાકડીના સપાટા મારી તથા રવિન્દ્રભાઇ એ છાતીના ભાગે તથા કુખમાં તથા પીઠના ભાગે ગડદા પાટુનો માર મારી મોત નિપજાવી નીલમબેન વચ્ચે છોડાવવા પડતા તેમને પણ દિપકભાઇએ લાકડીના સપાટા મારી જમણા હાથમાં કાંડાના ભાગે તથા કપાળમાં વચ્ચેના ભાગે ઇજા પહોચાડી ગુનો કરતા દેડીયાપાડા પોલીસે બંને શખ્સો સામે હત્યા સહિતનો ગુનો દાખલ કર્યો છે.

(10:36 pm IST)