Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

પોરબંદરની વી.જે.મોઢા કોલેજમાં સ્‍વામી વિવેકાનંદ ગુજરાત યુવા સંવાદ

પોરબંદર, તા., ૩૦:   વી જે મોઢા કોલેજ ખાતે સ્‍વામી વિવેકાનંદ ગુજરાત યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમની અંદરમાં લોકશાહીમાં યુવાની સહભાગીતા ઉદ્યોગ ૪.૦ અને સ્‍વાસ્‍થય બાબતે યુવાઓએ ચર્ચા વિમર્શ કર્યો હતો જેની અંદરમાં લોકશાહીમાં યુવાની ભાગીદારી અંતર્ગત મયુરભાઈ જોશી એ જણાવ્‍યું હતું કે શાસન અને પ્રશાસન બંને લોકશાહીના મહત્‍વપૂર્ણ પાસા છે ત્‍યારે યુવાઓ એ શાસન વ્‍યવસ્‍થા નો ભાગ બનવું જ પડશે.

આરોગ્‍ય ક્ષેત્રે વાત કરતા વક્‍તા કેતનભાઇ દાણીએ જણાવ્‍યું હતું કે આજનો યુવા તનથી સ્‍વસ્‍થ હશે તો જ દેશના વિકાસ નહીં ભાગીદારીમાં પોતાનો મહત્‍વપૂર્ણ ભાગ આપી શકશે ઉદ્યોગ બાબતે વક્‍તા વિજયભાઈ એ જણાવ્‍યું હતું કે ઉદ્યોગો એ આવનારા ભવિષ્‍ય નું આધાર સ્‍તંભ છે અને આર્થિક રીતે મજબૂતી થી જ વિશ્વશક્‍તિ ભારત બનશે. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે  પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા,નગરપાલીકા પ્રમુખ શ્રી સરજુભાઈ કારીયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી અશોકભાઈ મોઢા, જિલ્લા રમત વિકાસ અધિકારી મનીષભાઈ જીલડીયા, જિલ્લા હોમગાર્ડ કમાડન્‍ડટ સુરેશભાઈ સિકોત્રા, પોરબંદર ઝોન સંયોજક વનરાજભાઈ સુત્રેજા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા અને બહોળી સંખ્‍યામાં યુવા ભાઈઓ અને બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 પોરબંદર યુવક બોર્ડ ના જીલ્લા સંયોજક રાજભાઈ જોશી ના નેતૃત્‍વમાં જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ યોજાયો હતો તેમજ સાથે પોરબંદર નગરપાલિકા ના સંયોજક મીત્રો પીન્‍ટુભાઈ ભાદ્રેચા, નિતિનભાઈ લોઢારી, વૈભાવભાઇ થાનકી, હીતભાઇ જોશી તેમજ પોરબંદર તાલુકા સંયોજક ધવલભાઈ ઓડેદરા અને રણમલભાઈ ઓડેદરા દ્વારા આ કાર્યક્રમ નું સંચાલન મહેન્‍દ્રસિંહ જાડેજાએ કર્યું હતું.

(11:52 am IST)