Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

ડેડીયાપાડા હાઇવે લુટનો ગુનો ડીટેકટ કરી, લૂંટ કરનાર 05 શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડતી નર્મદા પોલીસ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ના માર્ગદર્શન અને નાયબ પોલીસ વડા મોદીની સૂચના હેઠળ ડેડીયાપાડા હાઇવે પર થયેલી લૂંટના આરોપીઓને મુદામાલ સાથે નર્મદા પોલીસે ઝડપી લીધા હતા

 ડેડીયાપાડા હાઇવે ઉપર તા .૧૭ / ૦૪ / ૨૦૨૨ ના રોજ લુટનો બનાવ બન્યો હતો , જેમાં ફરીયાદ આપનાર અક્ષયભાઇ પુરષોત્તમબાઇ દેસાઇ રહે. વડોદરા ના તા .૧૬ / ૦૪ / ૨૦૨૨ ના રોજ આય્સર ટેમ્પામાં મહારાષ્ટ્ર થી કપાસ ભરીને કલેડીયા તા.સંખેડા જવા નીકળેલા અને ટેમ્પો અક્કલકુવા પહોચતા ત્યાં ડ્રાઇવર ઇસ્તીયાકઅલી મકરાણી રાત્રે આશરે સાડા બાર વાગે ડેડીયાપાડા - મોવી હાઇવે પર ઉપર આવેલ પણગામ પાસે આવતા ૩ અજાણ્યા શખ્સો મોટર સાયકલ ઉપર આવી ટેમ્પો રોકી મોટર સાયકલ આડી મુકી અક્ષયભાઈના ગળા ઉપર ચપ્પા જેવું હથિયાર રાખી ગળામાં પહેરેલ સોનાની ચેન ( ૧ તોલાની ) કિ.રૂ .૪૦,૦૦૦ / - તથા મોબાઇલ ફોન કિ.રૂ .૪,૦૦૦ / - અને પાકીટમાં રાખેલ રોકડા રૂ .૧,૫૦,૦૦૦ / - તેમજ ડ્રાઇવરનો મોબાઇલ મળી કુલ કિ .રૂ. ૧,૯૮,૦૦૦ / - ની લુટ કરી નાસી ગયેલ જે બાબતે ફરીયાદીએ ડેડીયાપાડા પો.સ્ટે.મા ફરીયાદ આપતા લુટનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનાની ગંભીરતા જોતા તાત્કાલીક જુદીજુદી પોલીસની ટીમો બનાવી તપાસ શરૂ કરતા ટેમ્પા ડ્રાઇવર ઇમ્તીયાક અલીની વર્તણુક શંકાસ્પદ લાગતા તેની કડકાઇ થી પુછપરછ કરતા તે ભાંગી પડેલ અને તેણે બીજા શખ્સો સાથે મળી લુંટનો પ્લાન ઘડેલ હોવાની કબુલાત કરેલ,અક્ષયભાઈ પાસે મોટી રકમ હોવાનું જણાઇ આવતા તે માટે શાહબુદ્દીને તેના બનેવી મોઇનુદ્દીન મકરાણીને તૈયાર કરેલ ત્યાર બાદ ડ્રાઇવર સાથે અક્કલકુવા થી નિકળેલ ત્યારે ટેમ્પાની પાછળ મોટર સાયકલ લઇને મોઇનુદ્દીન તેના બીજા મિત્રો સાજીદ મકરાણી અને અબ્દુલ રહેમાન મકરાણી આ તમામ રાજમોવી ગામના છે તેમણે પીછો કરી આઇસર ટેમ્પો ડેડીયાપાડા- મોવી હાઇવે ઉપર આવતા મોટર સાયકલ ઉપર આવેલ આરોપીઓએ ઇશારો કરતા ટેમ્પો રોકી લુટની ઘટનાને અંજામ આપ્યો હતો 

જોકે આ ગુનામાં પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી સંડોવાયેલ પાંચ લૂંટારાઓને અટક કરવામા આવેલ છે અને તેમની પાસેથી લુટમા ગયેલ રૂ .૧,૫૦,૦૦૦ / - તથા સોનાની ચેન અને ર મોબાઇલ ફોન રીકવર કરવામાં આવેલ છે.આ તમામ શખ્સો ના રીમાન્ડ મેળવવા કાર્યવાહી કરવામા આવશે અને ગુનામા વાપરેલ હથિયાર તેમજ મોટર સાયકલ કબજે કરવા કાર્યવાહી કરવામા આવશે તેમ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ પત્રકાર પરિસદ માં જણાવ્યું હતું.

(11:49 pm IST)