Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

અંકલેશ્વરથી ગુમ થયેલા બાળા તથા કિશોરને માતા-પિતા સાથે મિલાપ કરાવતી રાજપીપળા પોલીસ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : પોલીસ અધિક્ષક હિમરકસિંહ નર્મદાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામા ગુમ / અપહરણ થયેલાને શોધી કાઢવા અસરકાર કામગીરી કરવા સુચનાના પગલે ગઈ તારીખ.૧૧ / ૦૧૦ / ૨૦૨૧ ના રોજ રાતે નવેક વાગ્યે કમાન્ડ એન્ડ કટ્રોલ દ્વારા વર્ધી મળેલ કે રાજપીપળા એસ.ટી બસ સ્ટેંડમાં એક બાળા તથા કિશોર બેસેલા હતા જેથી તેની પુછપરછ કરતા તેઓ સંતોષ કારક જવાબ આપતા ન હોય જેથી મહીલા પોલીસ કર્મચારી બોલાવી બન્ને કિશોરને રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે લાવી મહીલા કર્મચારીની દેખરેખ હેઠળ રાખી આજરોજ સવારમાં ઉંડાણ પૂર્વક પુછતા બાળાએ પોતાનુ નામ સ્નેહાબેન રમેશભાઇ વસાવા (ઉ.વ .૧૪ )તથા કિશોર ખુશીકકુમાર વિશ્વનાથ પાટીલ (ઉ.વ .૧૬ ) (બન્ને રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ અંકલેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચ)  નાઓ ઘરે તથા સગા સબંધીને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર બસમાં બેસીને આવતા રહેલ જેથી અંકલેશ્વર પો.સ્ટે નો સંપર્ક કરતા હકિકત જણાવતા બાળાના માતા - પિતા રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે આવતા બાળા તથા બાળ કીશોરને તેમની માતા - પિતાની હાજરીમાં સોપવામાં આવ્યા હતા. આમ રાજપીપળા પોલીસ મથકના એમ.બી.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સ્ટાફ સાથે મળી આ સફળ કામગીરી કરી છે.

(10:23 pm IST)