Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

૧૫ મી ઓગષ્ટે સૌ પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં ધ્વજવંદન યોજશે

SOU વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળનાં ચેરમેન જે.પી. ગુપ્તા રાષ્ટ્રધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે તા. ૧૫ ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળ દ્વારા સૌ પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં ધ્વજવંદન યોજાશે, આ અંગે ઉજવણીના સુચારૂ આયોજન અંગે SOUADTGA ના અધિક કલેકટર હિમાંશુ પરીખના અધ્યક્ષપદે બેઠક યોજાઇ હતી,બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ આ ઉજવણી સંદર્ભે સંબંધકર્તાઓને સોંપાયેલી જે તે જવાબદારીઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાની સાથે આ કાર્યક્રમ કાળજી પૂર્વક પાર પડે તે જોવાની અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. ધ્વજારોહણ બાદ ઉપસ્થિત મહાનુભવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં સરદાર પટેલની વિરાટ પ્રતિમાની શાખે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર વંદનાની સાથે સરદાર સાહેબની પણ વંદના થશે. ધ્વજવંદન કાર્યક્રમમાં સત્તામંડળનાં ચેરમેન અને વહીવટી સંચાલક,SSNNL જે.પી. ગુપ્તા રાષ્ટ્રધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપશે.દેશભક્તિથી ભરપુર વાતાવરણમાં કેન્દ્રીય ઓદ્યોગિક સુરક્ષા દળનાં સશસ્ત્ર દળનાં જવાનોની પરેડ મુખ્ય આકર્ષણ હશે

(10:40 pm IST)