Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પ્રજાની પીડા પોતાની પીડા સમજવાના અનોખા પ્રયોગની ગુજરાતમાં પહેલ થઈ ચૂકી છે, ઓછી જાણીતી વાત પર પ્રકાશ

વડોદરા, સુરત અને અમદાવાદ કે સુરત સુધી આ પ્રયોગ સીમિત નથી, રાજકોટનું યોગદાન મહત્વનું છે, એટલુ જ નહિ રાજકોટ રેન્જ પણ આ સ્પર્ધામા પણ પાછળ નથી : આ પ્રયોગથી ભલે ૧૦૦ ટકા સંતોષ નહોય કે આંગળી ચીંધવા જેવું પણ હશે પણ આ વાચ્યા બાદ જો સંવેદનશીલ અને માનવતાલક્ષિ કાર્યો કરવા અધિકારીઓ કે સ્ટાફ પ્રેરાયા વગર રહેતો નથી : વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંઘ દ્વારા જિંદગીથી કંટાળી આપઘાતનો માર્ગ અપનાવતા લોકો માટે હેલ્પલાઇન, વિધવા સહાય માટે માર્ગદર્શન અને પેન્શન મંજૂર કરવા પીઆઇ કિરીટ લાઠિયા ટીમને જવાબદારીઃ પોલીસના કાર્યને પ્રોત્સાહિત કરવા અમદાવાદના જોઇન્ટ સીપી અજય ચોધરી દ્વારા ફેસ બુક દ્વારા જાણકારીઃ લોકોનો આવકાર, રાજકોટ સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુર્શીદ અહેમદ, ડીસીપી પ્રવીણ કુમાર સક્રિય, ડીસીપી મનોહર સિહ જાડેજા દ્વારા લેવાતા પગલા રાજકોટના લોકો બિરદાવી રહ્યા છે

રાજકોટ તા.૧૨, રાજ્યના મુખ્ય મંત્રી પદે સંવેદનશીલ વિજયભાઈ રૂપાણી અને ગૃહ મંત્રી પદે પ્રદીપ સિહ જાડેજા અને મુખ્ય પોલીસ વડા તરીકે આશિષ ભાટીયા જેવા અફસર હોવાને કારણે કાયદો વ્યવસ્થા સાથે પ્રજાના વિવિધ વર્ગ ખાસ કરી સિનિયર સિટીઝન, મહિલાઓના પ્રશ્નો તેમની મુશ્કેલી દૂર કરવા રાજ્યના તમામ મહાનગરોમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.                   

વડોદરાની વાત કરીએ તો વડોદરાનાં પોલીસ કમિશનર શમશેરસિંઘ આમ તો ગુનેગારો અને ફરજમાં લાપરવાહી કરનાર તત્વો સામે લોખંડી હાથે કામ લેવા માટે જાણીતા છે. તેઓ દ્વારા લોકો જીવનની નાની મોટી સમસ્યાંથી હારી થાકીને જીવન ટુંકાવતા લોકો માટે ખાસ હેલ્પલાઈન શરૂ કરી છે. મનોરોગનો ખાસ અભ્યાસ ધરાવતા નિષ્ણાતોની મદદથી ખાસ ઊભી થયેલ હેલ્પલાઈનની જવાબદારી એક મદનીનીશ પોલીસ કમિશનર સંભાળે છે અને આને કારણે અનેક જિંદગી અકાળે મુરઝાઇ જતા બચી છે.

 વડોદરા પોલીસ કમિશનર અને એડી.પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સી ટીમ પણ કાર્યરત છે, આવી ટીમ દ્વારા સિનિયર સિટીઝન અને વિધવા મહિલાઓને મળતી સરકારી મદદ અંગે પણ માર્ગદર્શન આપી કેવી કામગીરી થાય છે તેનું એક દ્રષ્ટાંત ઘણું બધું કહી જાય છે

 વડોદરા પોલીસ કમિશનર દ્વારા મહિલાઓ વિરુદ્ધ બનતા ગુનાઓ અટકાવવા અને મહિલાઓને મદદ કરવા માટે સી ટિમ ની કરેલ રચના સાથે અને એસીપી રાઠોડ અને વારસીયા પી.આઈ.લાઠીયાના માર્ગદર્શન મુજબ ટીમને મળેલા કોલના અનુસંધાને હરનીરોડ નાથીબાનગરમાં રહેતા ભારતી બેન ખત્રી ને રૂબરૂ મળી તેમના માં અંગત રસ લઈ તેઓને મળવા પાત્ર વિધવા પેન્શન  યોજના , વિકલાંગ સર્ટી સહિત ના તમામ સરકારી સહાયની વ્યવસ્થા કરવામાં આવીહતી ,તથા સામાજિક સંસ્થાઓ નો સંપર્ક કરી ઓજસ ફાઉન્ડેશન દવારા આખા વર્ષ નું રાશન આપવામાં આવ્યું, અને રુચિ સન્ડે સ્કૂલ દવારા ૭૫૦૨નો ચેક ભારતીબેનએ કરાયો અર્પણ....

  આજ રીતે અમદાવાદ પોલીસ કમિશનર ખૂબ માનવતાવાદી વલણ માટે જાણીતા છે તેઓ દ્વારા પણ યુવાઓ અને યુવતીની સમસ્યાઓ માટે ખાસ ટીમ ઊભી કરી છે, જોઇન્ટ  પોલીસ કમિશનર અજય કુમાર ચોધરી જેઓ જાતે જ સ્ટાફ સાથે રહી પહેલ કરી અને આખા પોલીસ સ્ટાફની કામગીરી ઊજાગર કરે છે તેઓ દ્વારા પણ પોતાના ફેસબુક માધ્યમ દ્વારા એક ડૂબતા યુવાનની બચાવેલી ઝીંદગી અંગે પોલીસ સ્ટાફને બિરદાવતી પોસ્ટ લોકો ખૂબ લાઈક કરી રહ્યા છે.

 સુરત પોલીસ કમિશનર અને સમગ્ર સુરત પોલીસ દ્વારા થતી કાર્યવાહી જાણીતી જે છે, તો રાજકોટ પણ આવી બાબતમાં પાછળ નથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ પ્રવીણ કુમાર અને ખાસ કરીને રાજકોટના લોકો જેમના કાર્યના ખૂબ પ્રસંશક છે તેવા ડીસીપી મનોહર સિહ જાડેજા દ્વારા લોકહિતના કાર્યો કે વ્યાજ વટાવ ધંધાર્થી સામે કાર્યવાહીની નોંધ ઉચ્ચ સ્તરે લેવાઇ છે.   

(3:11 pm IST)