Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાજપીપળા કરજણ કોલોનીના મકાનમાંથી રૂપિયા 1.45 લાખના સોના -ચાંદીના ઘરેણાંની ચોરી થતા ચકચાર

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જીલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલી કરજણ કોલોની નામની સરકારી વસાહતમાંથી ચોરી થતા ફરીયાદ નોંધાઈ છે
  પ્રાપ્ત વિગતો અનુસાર ઝગડીયાની બિરલા સેન્ચુરી માં કામ કરતા અવિચલદાસ રતિલાલ તડવી  ( રહે- કરજણ કોલોની કેટેગરી -૩,વડીયા તા.નાંદોદ )ના ઘરે કોઈ અજાણ્યો ચોર તા.૧૧/૦૮/૨૦૨૧ ના સવારે 4 વાગ્યા થી 7 વાગ્યાના સમયગાળા દરમ્યાન તેમના મકાનનું તાળું તોડી તિજોરીમાં મુકેલા સોનાના ચાંદીના ઘરેણાની કુલ કિ.રૂ. ૧,૪૫ ,૦૦૦ ની ચોરી કરી તથા તેમની નજીકના  બ્લોકમા રહેતા જયપાલસિંહ પુવારસિંહ બાપુ તેમજ રૂમ નં -૮ મા રહેતા નિલેશભાઈ મોહનભાઈ નકુમના બંધ મકાનનું પણ તાળું તોડ્યું પરંતુ કોઇ ચીજ વસ્તુ ગઇ નથી આ બાબતે રાજપીપળા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી અજાણ્યા ચોરની તપાસ હાથ ધરી છે

(11:00 am IST)