Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

વડોદરાના કિશનવાડીના યુવકે નશો કર્યા બાદ પોતાનાજ શરીર પર આગ ચાંપતા અફડાતફડી

વડોદરા:શહેરમાં દેશી દારૃનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ છે જેનો શિકાર મોટાભાગે શ્રમજીવી યુવાવર્ગ થઇ રહ્યો છે. આજે દેશી દારૃના કારણે બે યુવાનોના જીવ જોખમમાં મુકાયા છે અને બન્નેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે.

પ્રથમ બનાવમાં છૂટક મજૂરી કરતો અને કિશનવાડીમાં વુડાના મકાનમાં રહેતો રવિ પુનમભાઇ ચૂનારા (ઉ.૩૫)એ બુધવારે રાત્રે ઘરમાં જ પોતાના શરીર પર કેરોસીન છાંટીને આગ લગાડી દીધી હતી.

પડોશીઓએ દોડી આવીને આગ ઓલવી હતી અને રવિને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. એસએસજી હોસ્પિટલના તબીબોને રવિએ દારૃ પીધો હોવાની જાણ થતા આ અંગે ડોક્ટરોએ પોલીસને જાણ કરી હતી.

બીજા બનાવમાં સયાજીગંજ ભીમનાથ અખાડા વિસ્તારમાં રહેતો રાહુલ મોહન ઠાકોર (ઉ.૨૫) પણ છૂટક મજૂરી કરે છે કાલે સાંજે રાહુલ એક સાથે ૬ પોટલી દેશી દારૃની ગટગટાવી ગયો હતો જે બાદ તેને ખેંચ આવવા લાગતા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે.

(5:05 pm IST)