Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

વડોદરામાં ફી નિયમન મુદ્દે શાળા-સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણઃ ગધેડા સરઘસ

વડોદરાઃ ફી નિયમન મુદ્દે આજે ગુજરાતમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું છે. કેટલીક સ્કુલો બંધ કરાવવા મુદ્દે સંચાલકો અને વાલીઓ વચ્ચે બઘડાટી બોલતા ચર્ચા જાગી છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં શાળા બંધના એલાનના ભાગરૂપે સ્થાનીક લોકોએ સંચાલકો સામે વિરોધ વ્યકત કરીને ફી માટે ચલાવાતી મનમાનીનો વિરોધ વ્યકત કરીને ગધેડા સરઘસ કાઢયુ હતું.

વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં અંબે સ્કુલ, સેનન સ્કુલ ખાતે શૈક્ષણીક કાર્ય બંધ રખાવવા માટે ગયેલા વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જયારે અલ્કાપુરી વિસ્તારમાં બરોડા હાઇસ્કુલ ખાતે પોલીસે વાલીઓ ઉપર દાદાગીરી કરતા પોલીસ તંત્ર સામે રોષ ફેલાયો હતો.

 

(7:27 pm IST)