Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

નડિયાદ તાલુકાના ગુતાલ ગામે ગાડીમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી 6 હજારનો જથ્થો જપ્ત કર્યો

નડિયાદ : નડિયાદ તાલુકાના ગુતાલ મોટી શાર્ક માર્કેટ પાછળ થી ગાડીમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને રૂરલ પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી ૩૦૦ લીટર દેશી દારૂ કિંમત રૂ. છ હજારનો જથ્થો કબજે કર્યો હતો. આ સંદર્ભે રૂરલ પોલીસે દેશી દારૂ, ગાડી, એક મોબાઇલ ફોન તથા રોકડ સહિત કુલ રૂ.૨,૦૭,૫૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે રૂરલ પોલીસે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ રૂરલ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા દરમિયાન બાદમે મળેલ કે એક ગાડી દેશી દારૂ ભરી મોટી શાક માર્કેટ પાછળ થઈ અમદાવાદ તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન ઉપરોક્ત ગાડી આવતા પોલીસે ઉભી રાખી ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ચંદ્રકાંત ઉર્ફે પ્રેમ મરાઠા દિલીપ ભાલેરાવ (રહે.અસલાલી અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાડીમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ કિંમત રૂ. ૬ હજાર એક મોબાઈલ ફોન તથા રોકડ રૂ.૧,૦૨૦ મળી કુલ રૂ.૨,૦૭,૫૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે ચંદ્રકાંત ઉર્ફે પ્રેમ દિલીપ મરાઠા ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(4:58 pm IST)