Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ડેડીયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં પોલીસની લાલ આંખ

400 વ્યક્તિઓની મંજૂરીમાં 1600 વ્યક્તિઓ ભેગા થતા પોલીસે 16 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમ માં મંજૂરી કરતા વધુ માણસો ભેગા કરનાર આયોજક સહિત  16 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
  9 ઓગસ્ટએ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નર્મદા જિલ્લામાં પણ દરેક તાલુકા કક્ષાએ ઉજવણી કરાઈ પરંતુ ડેડીયાપાડા ખાતે યોજાયેલા આ ઉજવણી ના કાર્યક્રમ માટે 400 માણસો માટેની મંજૂરી મેળવવામાં આવ્યા બાદ કાર્યક્રમમાં 1600 જેવા વ્યક્તિઓ ભેગા થતા ડેડીયાપાડા પોલીસે લાલ આંખ કરતા આયોજક સહિત કુલ 16 વ્યક્તિઓ વિરૂદ્ધ મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત કરી માસ્ક વગર લોકોને ભેગા કરી સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવી જાહેરનામાના ભંગ બાબતે નો ગુનો દાખલ કર્યો છે.

(10:14 pm IST)