Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ગુજરાતના વિવિધ રેલ પ્રશ્ને કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી સાથે વિસ્‍તૃત ચર્ચા કરતા રામભાઇ મોકરીયા

ગુજરાતમાં ચાલી રહેલા ૪૧ રેલ પ્રોજેકટમાં ૩૬૪૩૭ કરોડનો ખર્ચ થશે : આ વખતના બજેટમાં રેલ્‍વે માટે ૮૩૩ર કરોડની ફાળવણી : ૮૭ રેલ્‍વે સ્‍ટેશનોને વર્લ્‍ડ કલાસ બનાવાશે

રાજકોટ, તા., ૬: રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ગુજરાતના રેલ્‍વેના વિવિધ પ્રશ્નો અંગે કેન્‍દ્રીય રેલ્‍વે મીનીસ્‍ટર અશ્વીની વૈષ્‍ણવી સાથે વિસ્‍તૃત ચર્ચા કરી હતી. જેમાં ગુજરાતમાં ૪૦૩૫૦ કી.મી.ના ૪૧ પ્રોજેકટ ચાલુ છે. તેમાં ૩૬૪૩૭ કરોડનો ખર્ચ થશે. આ વખતની બજેટ ફાળવણીમાં ૮૦૩૩૨ કરોડ રેલ્‍વે માટે ફાળવવામાં આવ્‍યા છે. જે અગાઉના વર્ષો કરતા ૧૪ ગણુ વધારે છે. અૃમત ભારત સ્‍ટેશન યોજના હેઠળ વર્લ્‍ડ કલાસના ર૭ રેલ્‍વે સ્‍ટેશન ડેવલોપ થશે અમે રામભાઇ મોકરીયા સાથે ચર્ચા દરમ્‍યાન રેલ્‍વે મંત્રીએ જણાવ્‍યું હતું.

આ ઉપરાંત અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, અસારવા, બારડોલી, ભરૂચ, ભકિતનગર, ભાણવડ, ભાટીયા, ભાવનગર, ભેસતાન, ભીરડી, બીલીમોરા, ચાંદલોડીયા, ચોરવાડ, દભોઇ, દાહોદ, ડાકોર, દેરોલ, ધ્રાંગધ્રા, દ્વારકા, ગાંધીગ્રામ, ગોધરા, ગોંડલ, હાપા, હિંમતનગર, જામનગર, જામજોધપુર, જામવણથલી, જુનાગઢ, કાનાલુસ, કરમસર, કેશોદ, ખંભાળીયા, કિમ, કોલંબા, લખતર, લીંબડી, લીમખેડા, મહેસાણા, મહેમબાદ, મણીનગર, મહુવા, મીઠાપુર, મોરબી, કરજણ, નડીયાદ, નવસારી, ઓખા, ભુજ, પડધરી, પાલનપુર, પાલીતાણા, પાટણ, પોરબંદર, પ્રતાપનગર, રાજકોટ, રાજુલા, સાબરમતી, સામખીયાણી, સંજાણ, સા.કુંડલા, સીધ્‍ધપુર, સીહોર, સોમનાથ, સોનગઢ, સુરત, સુરેન્‍દ્રનગર, થાન, ઉંઘના, ઉદયવાડા, ઉંમરગામ, ઓઝા, વડોદરા, વાપી, વટવા, વેરાવળ, વીરમગામ, વિશ્વામીત્રી, વાંકાનેર વગેરે ગામોના નાનામોટા રેલ્‍વે પ્રશ્નો, અંગે વિસ્‍તૃત ચર્ચા કરી હતી. આ ઉપરાંત ગાંધીનગર, સાબરમતી, સોમનાથ, ઉંધના, સુરત, ન્‍યુ ભુજ અને અમદાવાદ જેવા શહેરોમાં સાત રેલ્‍વે સ્‍ટેશનોમાં પ૦૭પ કરોડના અંદાજીત ખર્ચ થશે. તેમજ નવા ૧૦ રેલ્‍વે સ્‍ટેશનો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ર૦૧૪થી અત્‍યાર સુધીમાં ૮ર૮ ફલાયઓવર અને અન્‍ડરબ્રીજ બાંધવામાં આવ્‍યા છે. તેમજ ૩૩ રેલ્‍વે સ્‍ટેશન વન સ્‍ટેશન, વન પ્રોડકટ યોજના શરૂ કરવાનું આયોજન છે એવુ રેલ્‍વે મંત્રીએ જણાવ્‍યું હતું.

 

(4:41 pm IST)