Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

રાજપીપળા કેટલીક હાઈસ્કૂલમાં પરીક્ષામાં MCQ સીટમાં બહારથી જવાબો લખાવતા હોવાની બુમ બાદ સુપરવાઈઝર બદલાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં હાલમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ચાલી રહી છે જેમાં રાજપીપળાની અમુક હાઈસ્કૂલમાં ચોરી થતી હોવાની બુમ ઉઠતા જે તે સ્કૂલમાં સુપરવાઇઝર બદલી અન્ય મુકાયા હોવાની વાત બહાર આવી છે

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજપીપળામાં અમુક હાઈસ્કૂલમાં એમ.સી.કયું સીટમાં પૂછાયેલા સવાલો માં કોઈક બહારથી જવાબો લખવાતું હોવાનું શાળા સંચાલકોના ધ્યાને આવતા તુરત બધા ગેટ બંધ કરી ચુસ્ત બંદોબસ્ત અને ખાસ તકેદારી રખાઈ હતી સાથે સાથે આવી અમુક સ્કૂલમાં સુપરવિઝન કરતા પ્રાથમિક શાળાના કે પ્રવાસી શિક્ષકોને બદલી અન્ય હાઈસ્કૂલના શિક્ષકોને સુપરવાઇઝર તરીકેની જવાબદારી સોંપાઈ છે
જોકે આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે આવુ કઈ ખાસ બન્યું નથી પરંતુ આવનારા દિવસોમાં મુખ્ય વિષયોની પરીક્ષા હોવાના કારણે પ્રવાસી શિક્ષકો ને બદલી સરકારી શિક્ષકો ને સુપરવિઝન સોંપવામાં આવ્યું છે

 
(10:34 pm IST)