Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

અમદાવાદથી હાલોલ જવા નીકળેલ ટ્રકને લૂંટી પાંચ શખ્સ 67 લાખનો માલ ચોરી છૂમંતર........

નડિયાદ : અમદાવાદથી સ્ક્રેપ ભરીને હાલોલ જવા નિકળેલી એક ટ્રકને લૂંટી પાંચ શખ્સ રૂ.૬૭ લાખના માલ સહિત કુલ રૂ.૭૨ લાખની લૂંટ ચલાવી ફરાર થતા ચકચાક મચી ગઇ છે. ૨૫ ટન સ્ક્રેપ લઈ જતી ટ્રકના ચાલકે તેના ચાર મળતિયાઓ સાથે કંપનીના એક વર્કરને નડિયાદ ટોલનાકાથી ડાકોર જવાના રોડે માર મારી રૂ. ૭૨ લાખની લૂંટ કરી નાસી ગયા હતા. સંદર્ભે ફરિયાદ આધારે શહેર પોલીસે ટ્રકના ચાલક સહિત પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદના ઓઢવ ખાતે રહેતા રીન્કુભાઈ જગરૂપભાઈ શર્મા (ઉંમર વર્ષ ૩૨) સ્ટીલની એક ફેક્ટરીમાં વર્કર તરીકે કામ કરે છે. આ ફેક્ટરીમાં જે સ્ટીલનો સ્ક્રેપ નકામો હોય તે ભેગો કરી તેને ફરીથી સ્ટીલની પ્લેટો બનાવવા માટે હાલોલ મોકલવામાં આવે છે. અમદાવાદની ફેક્ટરીમાં ભેગો થયેલો સ્ક્રેપ અંદાજિત ૨૫ ટન એસ.એસ કિં. રૂ. ૬૭ લાખનો એક ટ્રકમાં ભરી હાલોલ જવા રવાના કર્યો હતો. કંપનીના માલિક ભરતભાઈ ચોપડાએ ટ્રકની સાથે રીન્કુ શર્માને હાલોલ જવા જણાવ્યું હતું. અને સ્ક્રેપ ખાલી થાય ત્યાં સુધી ટ્રક સાથે રહેવાનું કહ્યું હતું. દરમિયાન રીન્કુ ભાઈ અને ટ્રક ચાલક અમરસિંહ રાત્રિના સમયે હાલોલ જવા નીકળ્યા હતા.  રસ્તામાં એક હોટલ આગળ ચાલકે ટ્રક ઉભી રાખી જમવા ગયો હતો. ત્યારબાદ ટ્રકચાલક અમરસિંહ જમીને આવી કોઈ સાથે મોબાઇલ ફોન પર વાતો કરતો હતો. દરમિયાન ટ્રક એક્સપ્રેસ હાઈવે પર આવતા અમરસિંહે ટ્રક રોકી હતી અને ચાર અજાણ્યા શખ્સો ટ્રકમાં બેઠાં હતા. આમ ટ્રકની કેબિનમાં છ જણા બેઠા હતા તેઓ રાજસ્થાની ભાષામાં વાતો કરતા હતા

(7:35 pm IST)