Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

માર્ગ અકસ્‍માત બાદ ગંભીર ગુન્‍હાઓમાં ધરખમ ઘટાડોઃ ગુજરાતે અનોખો ઈતિહાસ રચ્‍યો

આશિષ ભાટિયાનું અસરકારક નેતૃત્‍વ, ટીમ વર્ક અને ટેકનોલોજીનો સંગમ અદ્‌ભૂત પરિણામ લાવ્‍યું

રાજકોટ, તા.૨: અસરકારક નેતળત્‍વ હોય, રાજ્‍ય સરકારનો ભરપૂર સહયોગ હોય અને તેમાં ટેકનોલોજીનો ખૂબીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો કેવા સુંદર પરિણામ આવે તે માર્ગ અકસ્‍માત કેસમાં ધરખમ ઘટાડા બાદ ગંભીર ગુન્‍હાના બનાવો અટકાવવામાં ગુજરાત પોલીસને આશિષ ભાટિયા જેવા સ્‍વચ્‍છ છબી ધરાવવા સાથે નેતળતના અદભૂત ગુણોને કારણે સફળતા મળી છે.                                        

રાજ્‍ય પોલીસ તંત્રના વિવિધ વિભાગોમાં ફરજ બજાવવા સાથે ગુજરાતમાં સહુ પ્રથમ વખત બોમ્‍બ ધડાકા સમયે દેશભરની પોલીસ જે કરી શકી ન હતી તેવી અદભૂત સિદ્ધિ સાથે આરોપીઓને મોટા પ્રમાણમાં તેમના માફ ન થઈ શકે તેવા કળત્‍યો બદલ પોતાની અદભૂત ટીમ દ્વારા ફાંસીના રેકોર્ડ બ્રેક સજા જેવી સજા કરાવી લોકોની વાહવાહી જીતનાર મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા સહુ પ્રથમ તો અસરકારક પેટ્રોલિંગ, કોઈ પણ ગુન્‍હા બને તેની અસરકારક તપાસ, ગુજસી ટોક જેવા કાયદાઓ માત્ર કાગળ પર ન રહે તેવા પગલાંઓ અને ટેકનોલોજીના સમન્‍વયને કારણે ગુજરાત પોલીસને આશિષ ભાટિયાના નેતૃત્‍વમાં સિધ્‍ધિ હાંસલ કરવામાં સફળતા સાંપડી છે. મહિલા, બાળકો અને સિનિયર સિટીઝનની સુરક્ષાને પ્રાથમિકતા સાથે વિશ્વાસ જગાવવા ના પગલાંઓ માટે રાજ્‍ય ભરની પોલીસ દ્વારા ખૂબ સારી રીતે અમલ શકાય બન્‍યો એ મહત્‍વનું પરિબળ બની રહ્યુ.ડાયલ ૧૧૨ જેવી સુવિધા સોનામાં સુગંધ ભેળવી.

રાજયમાં છેલ્લા ૫ વર્ષ જેટલાં સમયગાળાને ધ્‍યાનમાં લેતાં, ખાસ કરીને શરીર સંબંધી ગંભીર ગુનાઓમાં ઘણો ઘટાડો થયેલ છે. વર્ષ-૨૦૧૬માં આઈ.પી.સી. કલમ ૩૦૭ હેઠળ ખૂનની કોશિષના કુલ-૯૮૭ બનાવો બનેલ હતા. જેની સામે વર્ષ-૨૦૨૧માં આ બનાવો ઘટીને ૮૫૯ જેટલાં બન્‍યા છે, જે ૧૨ ટકા જેટલા ઘટાડો દર્શાવે છે. તેવી જ રીતે આઈ.પી.સી. કલમ-૧૪૩થી ૩૪૧ ગુનાઓ બનેલ હતા, જેમાં ૫૩ ટકાનો ઘટાડો થઈને વર્ષ-૨૦૧૧માં આવા ૧૫૮ ગુનાઓ દાખલ થયેલ હતા. આઈ.પી.સી. કલમ-૩૬૫ હેઠળના અપહરણ / અપનયનના ગુનાઓમાં પણ વર્ષ-૨૦૧૬ની સરખામણીએ વર્ષ-૨૦૨૧માં ૨૮ ટકાનો ઘટાડો થયેલ છે. વર્ષ-૨૦૧૬માં અપહરણ / અપનયના ૨૪૯ ગુનાઓની સામે વર્ષ- ૨૦૨૧માં ૧૭૭ ગુનાઓ બનેલ છે.

તેવી જ રીતે બળાત્‍કારના ગુનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયેલ છે. વર્ષ-૨૦૧૬માં બળાત્‍કારના ૬૬૪ ગુનાઓની સામે વર્ષ-૨૦૨૧માં ૫૭૦ ગુનાઓ બનેલ છે જે ે૧૪ ટકા જેટલો ઘટાડો સૂચવે છે. આ.પી.સી. કલમ-૩૫૪ હેઠળ નોંધાતાસ્ત્રીની આબરૂ લેવાના ઈરાદે થતાં હુમલાના બનાવોમાં પણ ૫૭ ટકા જેટલો ઘટાડો થયેલ છે. વર્ષ-૨૦૧૬માં આવા ૨૯૨ ગુનાઓ દાખલ થયેલ હતા. જેની સામે વર્ષ-૨૦૨૧માં ૧૨૫ ગુનાઓ બનેલ હતા. ગુનાહિત ધમકી આપવા અંગેના આઈ.પી.સી. કલમ- ૫૦૬/૫૦૭ અંગેના ગુનાઓ વર્ષ-૨૦૧૬માં ૧૯૫૦૧ બનેલ હતાં જેમાં ૧૧ટકા ઘટાડો થઈને વર્ષ-૨૦૨૧માં આવા ૧૭૩૪૦ ગુનાઓ બનેલ હતા. આમ, ખૂનની કોશિષ, હંગામો, અપહરણ / અપનયન, ગુનાહિત ધમકી, બળાત્‍કાર તથાસ્ત્રીની આબરૂ લેવાના ઈરાદે થતા હુમલા એમ કુલ-૬ પ્રકારના ગુનાઓની કુલ સંખ્‍યા જોઈએ તો તે વર્ષ-૨૦૧૬માં ૨૨૦૩૪ હતી જે વર્ષ- ૨૦૨૧માં ઘટીને ૧૯૨૨૯ થયેલ હતી. જે કુલ ૧૨ ટકા ઘટાડો દર્શાવે છે.

(11:38 pm IST)