Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

જીતનગર પાસે દંપતીનો ટ્રક સાથે થયેલા અકસ્માતમાં પત્નીના મોત બાદ બીજા દિવસે અમદાવાદ ખાતે પતિનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના ટીમરવા ગામથી લગ્નમાં જઇ રહેલા દંપતિની મોટરસાઇકલ ને જીતનગર પાસે અકસ્માત નડતા પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત પતિને રાજપીપળા સિવિલ બાદ અમદાવાદ રીફર કરાયા હતા જ્યાં બીજા દિવસે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જીતનગર પાસે થયેલા અકસ્માતમાં ટીમરવા ગામના દિનેશભાઇ પ્રેમાભાઈ તડવી અને તેમના પત્ની કોકિલાબેન પોતાની મોટરસાયકલ લઈ આંબાવાડી ગામે લગ્નમાં જતા હતા ત્યારે જીતનગર નજીક પહોંચતા પુરપાટ આવતી એક હાઈવા ટ્રકે તેમની મોટરસાયકલને અડફ્ટમાં લેતા દંપતી ફેંકાઈ ગયા હતા જેમાં કોકિલાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે દિનેશભાઇને ઇજાઓ થતા અમદાવાદ રીફર કરાયા હતા જ્યાં બીજા દિવસે તેમનું સારવાર દરમ્યાન મોત થતા પરિવાર પર આફત આવી પડી છે.

(12:22 am IST)