Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

નર્મદા જીલ્લા પ્રા.શિક્ષણ સંઘ દ્રારા જુની પેન્સન યોજના ફરી ચાલુ કરવા જિલ્લામાં શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચાના અધ્યક્ષ દિગ્વિજય સિંહ જાડેજાના નેજા હેઠળ જૂની પેન્શન યોજના અમલમાં મૂકવા માટે  તથા અન્ય બાકી લાભો મેળવવા માટે રાજ્ય સરકાર સામે 1 એપ્રિલ 2022 ના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા અન્ય કુલ 37 મંડળો મળીને સરકાર સમક્ષ જલદ માંગણીઓ સહિતનો કાર્યક્રમ આપી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્ય સયુંકત મોરચા સહિત નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઈ જે ભગત ત્થા નિલેશભાઇ એન પટેલ રાજ્ય કારોબારી,ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધની આગેવાની હેઠળ નર્મદા જિલ્લાના તમામ 2800 શિક્ષકો આ વિરોધ કાર્યક્રમમાં શાળાએ 15 મિનિટ વહેલા જઇ સંગઠનની શક્તિનો પડઘો સરકાર સુધી પહોંચડવા પ્રયાસ કર્યો હતો.જેમાં નાંદોદ તાલુકાના ભદામ ગામની પ્રાથમિક શાળા તથા રાજપીપળાની વીર શ્યામજી કૃષ્ણ વર્મા પ્રાથમિક શાળા સહિતની તમામ શાળામાં આ કાર્યક્રમ યોજાયો હતો

(12:20 am IST)