Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

રાજપીપળા માં સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણના કાર્યક્રમમાં ITI સ્ટાફ જોડાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના અમલમાં મૂકવા માટે  તથા અન્ય બાકી લાભો મેળવવા માટે રાજ્ય સરકાર સામે 1 એપ્રિલ 2022 ના રોજ સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ સહિતના કાર્યક્રમ આપ્યા છે જેમાં નર્મદા જિલ્લાના શિક્ષકો અને આઈટીઆઈ ના સ્ટાફે જોડાઈ તેમની જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓ બાબતે વિરોધ કરવા કાળી પટ્ટી ધારણ કરી સરકારી આ કર્મચારીઓ ની શક્તિનો પડઘો સરકાર સુધી પહોંચડવા પ્રયાસ કર્યો હતો.જેમાં રાજપીપળા આઈટીઆઈ ના કર્મચારીઓ એ પણ જોડાઈ તેમની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો

(12:12 am IST)