Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સૌરાષ્ટ્રના ઘઉંના સાઉથમાં ૫ હજાર ટનના વેપારઃ ૭મીએ પહેલું શિપમેન્ટ

ગયા વર્ષની તુલનાએ ભાવ નીચા કવોટ થયા

રાજકોટ, તા.૭ : સમગ્ર દેશમાં સૌરાષ્ટ્રના ઘઉં સૌપ્રથમ વહેલા આવતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે રાજયમાં ઉત્પાદન વધવાની ધારણા વચ્ચે દેશાવરના વેપાર પણ શરૂ થયા છે. સૌરાષ્ટ્રના ઘઉંના સાઉથમાં વેપાર થયાના અહેવાલ છે. અત્યાર સુધીમાં સાઉથમાં ૫ હજાર ટનના વેપાર થયા છે. જેમાં ફેબ્રુઆરીની ડિલિવરી માટે ૧૯૭૫ થી ૨૦૦૦ના ભાવ અને માર્ચમાં ડિલિવરી માટે ૧૯૫૦ થી ૧૯૭૫ના ભાવ ખુલ્યા હોવાનું જણાવાઈ છે. જે ગયા વર્ષની તુલનાએ નીચા છે. સૌરાષ્ટ્રમાંથી નવા ઘઉંનું પહેલું શિપમેન્ટ ૭મી ફેબ્રુઆરીએ પીપાવાવ પોર્ટ પહોંચશે.

(9:50 am IST)