Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

તુવેરના આગળ વધતો ધીમો સુધારો ખરીદી ઊંચી રહેતા ભાવમાં મજબૂતી

ભાવમાં કવોલિટીવાઇઝ ૨૦૦થી ૩૦૦ સુધીનો ઉછાળો

રાજકોટ તા. ૪ : તુવેરના ભાવમાં ધીમો સુધારો આગળ વધી રહયો છે. નવી તુવેરની ખરીદી ઊંચી પડતા ભાવમાં મજબૂતીનો માહોલ જોવાઈ રહયો છે. જથ્થાબંધ તુવેરદાળના સો કિલો ભાવમાં કવોલિટીવાઇઝ  ૨૦૦થી ૩૦૦ સુધીનો ઉછાળો આવ્યો હતો.

જાણકારોના માનવા મુજબ બજારમાં નવી તુવેરનુ ધીમે પગલે આગમન થતું હોય નવી તુવેરની ખરીદી ઊંચી પડતા મિલોએ ભાવ વધારો કર્યો છે.

(8:57 am IST)