Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

અભિનેત્રી સોનમ કપૂર માતા બનશે, બેબી બમ્પ સાથે તસ્વીરો કરી શેર

સોનમે આનંદ આહુજા સાથે કેટલીક તસ્વીરો શેર કરી છે જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે

મુંબઇ, તા. ર૧ : બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર માતા બનવાની છે. સોનમ કપૂર તેના પ્રથમ બાળકને જન્મ આપશે. સોનમે આનંદ આહુજા સાથે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ તસવીરો શેર કરીને સોનમે પ્રેગ્નન્સીની પણ જાહેરાત કરી છે.

આ તસ્વીરો શેર કરતાં સોનમે લખ્યું કે, ચાર હાથ, જે તમારી શ્રેષ્ઠ કાળજી રાખશે. બે હૃદય જે તમારી સાથે ધબકશે. એક કુટુંબ જે તમને પ્રેમ અને સમર્થન આપશે. અમે તમારા આગમનની રાહ જોઈ રહ્યા છીએ.

સોમને બેબી બમ્પ સાથે શેર કરેલા ફોટામાં તે પતિ આનંદના ખોળામાં સૂઈ રહી છે. ફોટામાં સોનમે બ્લેક આઉટફિટ પહેર્યું છે અને બેબી બમ્પ પર હાથ મૂક્યો છે. અગાઉ પણ સોનમ પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર આવ્યા હતા પરંતુ અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા તેને અફવા ગણાવી હતી.

સોનમની આ તસવીરો પર બોલિવૂડ સ્ટાર્સની કમેન્ટ્સ આવવા લાગી છે. એકતા કપૂર, જાહન્વી કપૂર, કરીના કપૂર, રવિના ટંડન, કરિશ્મા કપૂરે સોનમની તસ્વીર પર કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યકત કર્યો છે.

(3:13 pm IST)