Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

સ્‍ક્રિપ્‍ટ જોઇને ફિલ્‍મો સ્‍વીકારુ છું: પૂજા

પૂજા હેગડેને દક્ષિણમાં જેટલી સફળતા મળી છે એટલી હિન્‍દી ફિલ્‍મોમાં મળી નથી. આમ છતાં બોલીવૂડમાં પણ તેના અનેક ચાહકો છે. સાઉથની ફિલ્‍મોથી જ અભિનય યાત્રા શરૂ કનારી પૂજા હેગડે છેલ્લે પ્રભાસ સાથેની ફિલ્‍મ રાધેશ્‍યામમાં દેખાઇ હતી. જો કે આ ફિલ્‍મને સફળતા મળી નહોતી. હવે પૂજાની અન્‍ય ફિલ્‍મો બીસ્‍ટ, સર્કસ, ભાઇજાન આવવાની છે. તાજેતરમાં આચાર્યમાં પણ તે જોવા મળી છે. બે વર્ષ પહેલા અલ્લુ અર્જૂન સાથેની આલા વૈકુંઠપુરમુલુને પણ હિન્‍દીમાં બનાવવામાં આવી છે. જેમાં કાર્તિક આર્યન અને ક્રિતી સેનન છે. પૂજા કહે છે મારી ઇચ્‍છા છે કે હિન્‍દી વર્ઝન પણ સફળ નિવડે. પૂજા ફિલ્‍મ સર્કસમાં રણવીરસિંહ સાથે છે. ભાઇજાનમાં સલમાન ખાન સાથે  છે. પૂજા કહે છે કે મેં માત્ર ટોચના કલાકારો સાથે કામ કરવા આ ફિલ્‍મો નથી સ્‍વીકારી. હું કલાકારો જોઇને કામ નથી કરતી, સ્‍ક્રિપ્‍ટ જોઇને ફિલ્‍મ સ્‍વીકારુ છું. રાજકુમાર હિરાણી, સંજય લીલા ભણસાલી, રાજામોૈલી, રોહિત શેટ્ટી જેવા દિગ્‍દર્શકોની ફિલ્‍મ હોય તો તેમાં સ્‍ક્રિપ્‍ટ પણ જોવાની ન હોય.

(10:39 am IST)