Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

આ ફિલ્‍મ સોનેરી તક સમાન બની જશેઃ શરદ

અભિનેતા શરદ કેલકરને હિન્‍દી, મરાઠી ફિલ્‍મોના ચાહકો અને ટીવી શોના ચાહકો ખુબ સારી રીતે ઓળખે છે. શરદે આમ તો અનેક ફિલ્‍મો કરી છે પરંતુ તેને સાચી ઓળખ ગોલીયો કી રાસલીલા-રામલીલા અને બાહુબલીના તેના રોલને કારણે મળી છે. બાહુબલીમાં પ્રભાસનો હિન્‍દી અવાજ શરદે આપ્‍યો હતો. તે કહે છે મને ઘણી ફિલ્‍મો મારા અવાજને કારણે પણ મળી છે. શરદ હવે પછી નિરજ પાંડેની ફિલ્‍મ ઓપરેશન રોમિયોમાં અલગ જ પાત્રમાં જોવા મળશે. શરદ કહે છે આ કહાની ખુબ સુંદર છે જે સીધી દર્શકોના મન-હૃદયને સ્‍પર્શી જશે. ઓપરેશન રોમિયો ફિલ્‍મ મારા માટે સોનેરી તક સમાન બની રહેશે. શરદ ઘેરો અને પ્રભાવશાળી અવાજ ધરાવે છે. આ કારણે જ તેને ઓપરેશન રોમીયોનો રોલ મળ્‍યો છે. શરદ સ્‍વીકારે છે કે મારી ધર્મપત્‍નિ કિર્તી ગાયકવાડ જે ટીવી અભિનેત્રી છે તે મારી સાચી ટીકાકાર અને માર્ગદર્શિકા છે. ફિલ્‍મની કથા પટકથા પસંદ કરવાનું પણ પણ તેણે શીખવ્‍યું છે. મારી સફળતા કિર્તીની સલાહને કારણે જ છે.

(10:39 am IST)