Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

દર્શકો જ આપણને સ્‍ટાર બનાવે છેઃ શ્રુતિ

કમલા હસન અને સારિકાની દિકરી શ્રુતિ હાસને અભિનય કારકિર્દીની શરૂઆત હિન્‍દી ફિલ્‍મથી જ કરી હતી. આમ છતાં તેને અહિ જેટલી સફળતા મળી એના કરતાં કેટલાયગણી વધુ સફળતા સાઉથમાં મળી છે. શ્રુતીએ કહ્યું હતું કે થોડા સમય પહેલા હું એક ફિલ્‍મ માટે ટીમને મળવા ગઇ હતી ત્‍યારે મને એવું કહી અપમાનીત કરવામાં આવી હતી કે તું તો દક્ષિણ ભારતીય ફિલ્‍મોદ્યોગની અભિનેત્રી છે. એ પછી મારે પણ કહેવું પડયું હતું કે મેં હિન્‍દી ફિલ્‍મથી શરૂઆત કરી હતી અને કડકડાટ હિન્‍દી બોલી શકુ છું. ધરમશાલામાં હું હતી ત્‍યારે અનેક લોકો મને મળ્‍યા હતાં અને કહ્યું હતું કે તેમણે મારી કન્‍નડ, તમિલ, તેલુગ ફિલ્‍મો હિન્‍દી ડબમાં જોઇ છે અને બધા મને સારી રીતે ઓળખે છે. મને લાગે છે કે દર્શકો જ આપણને સ્‍ટાર બનાવે છે. આપણી ફિલ્‍મની ટિકીટો માટે તેઓ જ નાણા ખર્ચે છે. એ કારણે જ ફિલ્‍મો બ્‍લોકબસ્‍ટર બને છે. જેથી ભાષાના ભેદ ભુંસી નાખવા જરૂરી છે. શ્રુતિ હાલમાં સલાર, મેગા-૧૫૪, એનબીકે-૧૦૭ જેવી ફિલ્‍મો કરી રહી છે.

(10:39 am IST)