Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

કાલે જયંતીભાઇ પટેલનો જન્મદિન, પૌત્ર જન્મની વધામણી સાથે ઉજવણી

રાજકોટ તા. ૯ : વિશ્વહિન્દુ પરિષદના અગ્રણી અને સામાકાંઠા વિસ્તારમાં ભરત વિડીયો વાળા તરીકે જાણીતા (હવે મોબાઇલ ફોન શો રૂમ) શ્રી જયંતીભાઇ રણછોડભાઇ ખૂંટ માટે આવતીકાલનો સૂરજ વિશેષ યાદગાર દિવસ ઉગાડશે. તેમનો જન્મ ૧૯૬૧ના વર્ષની ૧૦ ફેબ્રુઆરીએ થયેલ આવતીકાલે પ૮માં વર્ષમાં પ્રવેશ નિમિતે આજથી જ શુભેચ્છા વર્ષાશરૂ થઇ ચૂકી છે.નિવૃતિના ગણાતા વર્ષને તેમણે સમાજ લક્ષી વધુ પ્રવૃત્તિનો વર્ષ બનાવવાનો સંકલ્પ કર્યો છે.

લોધીકા તાલુકાના વતની અને વર્ષોથી રાજકોટને કર્મભૂમિ બનાવનાર શ્રી જયંતીભાઇ પટેલ વિહિપના પૂર્વ વિભાગના પ્રમુખ તરીકે તેમજ અન્નપૂર્ણાધામ અડાલજના સૌરાષ્ટ્રના પ્રતિનિધિ તરીકે મહત્વનું યોગદાન આપ્યું છે ફટાફટ નિર્ણય અને ધડાધડ કામ એ તેમની કાર્ય પધ્ધતિ છે. તેમના સૂપૂત્ર જીજ્ઞેશભાઇ અને પુત્રવધૂ શ્રીમતી સોનલબેન ત્યાં પુત્રરત્નનો જન્મ થતા જયંતીદાદાના જન્મદિનને નિમિત બનાવી આવતીકાલે શનિવારે બપોરે ૧ર વાગ્યે રણછોડનગર કોમ્યુનીટી હોલ, કડવાભજુ રોડ ખાતે પારીવારિક માહોલમાં ઉજવણી રાખેલ છે.

મો.૯૮ર૪ર   ૯ર૩૦૩ રાજકોટ

(11:48 am IST)