Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

લોકગાયક નિલેશ પંડયાનો જન્મદિન

રાજકોટ તા.૧ : જાણીતા લોકગાયક નિલેશ પંડયાનો આજે જન્મ દિવસ છે. ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામે જન્મેલા અને રાજકોટને કર્મભુમિ બનાવનાર નિલેશ પંડયા ત્રણ વિયયોમાં ગ્રેજયુએશન અને બે વિષયોમાં પોષ્ટ ગ્રેજયુએશન કરી લોકસંગીતની દુનિયા તરફ વળ્યા છે. લોકગીતોનું અર્થઘટન કરી રસદર્શન કરાવવાની ઢબ તેઓએ સારી રીતે વિકસાવી છે. યુવા વર્ગ માટે તેમણે ૭૫૦ થી વધુ લોકગીતો, દુહા છંદ, ધોળ, ગૌ ગીતો, પર્યાવરણના ગીતો, મોબાઇલના રીંગટોન પણ અલગ રીતે તૈયાર કર્યા છે. ગુજરાતી ટીવી સીરીયલો અને ડોકયુમેન્ટરી ફિલ્મોમાં પણ કંઠ આપી ચુકયા છે. પત્રકારત્વ, લેખન અને અધ્યાપન જેવા ક્ષેત્રોમાં પદાર્પણ કરનાર નિલેશ પંડયા (મો.૯૪૨૬૪ ૮૧૩૮૭) ને આજે જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:48 am IST)