Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ચુકાદો : અસીમાનંદનો દિગ્વીજય !

બ્લાસ્ટ કેસને યાદ કરો : દિગ્વીજયસિંહે 'હિન્દુ આતંકવાદ' જેવા ખતરનાક શબ્દો વાપર્યા હતા...

સીસી ટીવી કેમેરા ભલભલાના ખેલ ઉઘાડા પાડી દે છે. દિલ્હીમાં 'આપ'ના નેતા સંજયસિંહે હિન્દુ સંગઠનો પર આરોપ લગાવ્યો કે, દિલ્હીમાં કોમી તનાવ પેદા કરવાનો પ્રયાસ થાય છે. એક મસ્જિદ પાસે તલવારથી દેખાવા થયા હતા. આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ જાહેર થતાં ભાંડો ફૂટી ગયો છે.... મસ્જિદ પાસે તલવાર લઇને બહાદુરી દેખાડનારા 'આપ'ના જ કાર્યકરો નીકળ્યા. સંજયસિંહની બોલતી બંધ થઇ ગઇ...

કોઇ પણ ઘટનામાં હિન્દુઓને બદનામ કરી દેવાની રાજકીય ફેશન હિન્દુસ્તાનમાં વર્ષોથી ચાલે છે. તાજેતરમાં ગરમ થયેલા રેપ કસમાં પણ આખો સમાજ ગુન્હેગાર હોય એ રીતે માહોલ જમાવ્યો છે. મીડિયાના પ્રચારનો પડઘો છેકે, યુનો સુધી પડયો અને તેમણે પણ ભારતની બહુમતી સામે સવાલ ઉઠાવ્યા. ત્રાસવાદનો પ્રશ્ન આવે તો તુરત જ પ્રચાર થવા માંડે કે, ત્રાસવાદીને કોઇ ધર્મ નથી હોતો... મોટાભાગના ત્રાસવાદીઓ કયા ધર્મના છે તેની વિશ્વને ખબર છે, છતાં ત્રાસવાદને ધર્મથી અલગ રાખવામાં આવે છે.

ભારતમાં એક-બે કથિત ઘટનાઓ બની તેમાં દિગ્વીજયસિંહે અને કહેવાતા રાષ્ટ્રીય મીડિયાએ હિન્દુ આતંકવાદ જેવા ખતરનાક શબ્દ પ્રયોગો કર્યા હતા. અસીમાનંદજી તથા એક-બે સાધ્વજીઓને બ્લાસ્ટ કેસમાં ફસાવી દઇને હિન્દુ સમાજ આતંકવાદી ચીતરી દેવાનો વ્યવસ્થિત પ્રયાસ થયો હતો. એ સમય યાદ કરો. દિગ્વીજયસિંહ બેકાબૂ હતાં.

... પણ ગઇકાલે અસીમાનંદજીનો દિગ્વીજય થયો છે. હૈદરાબાદ મસ્જિદના બ્લાસ્ટ કેસમાં અસીમાનંદજી સહિત તમામ નિર્દોષ સાબિત થયા છે. આ પ્રકરણને દૂર રાખીને ચિંતન કરો તો પણ સવાલ ઉઠે છે કે, અસીમાનંદજી વખતે સમસ્ત હિન્દુ સમાજ બદનામ થયો તેનું શું ? ભારતમાં કોર્ટના ચૂકાદા આવ્યા વગર જ રાજનીતિ અને મીડિયા સજા ફટકારી દે છે.

વર્તમાન સમયમાં યુપી-કાશ્મીરના રેપ કેસ ધગે છે. આરોપીઓ ગુન્હેગાર હોય તેવો પ્રચાર રાજનીતિ-મીડિયામાં થાય છે. આના કરતા પણ ખતરનાક બાબત એ છે કે, પૂરા હિન્દુ સમાજને લાંછન લાગે એ રીતના નિવેદનો થાય છે. અરે ભાઇ, રેપકેસમાં ગુન્હેગાર સાબિત થાય તેને જાહેરમાં ફાંસીએ લટકાવો, પરંતુ ચુકાદાની તો રાહ જુઓ. આ ટોળકી અસીમાનંદજીને રાક્ષસ ગણાવતી હતી. હવે તેઓ નિર્દોષ જાહેર થયા છે તો નિવેદનિયા દિગ્વીજયો માફી પણ માંગતા નથી. કોંગ્રેસને પોતાના કરતુતોના પરિણામ મળ્યા છે. તેમણે દંભી બિનસાંપ્રદાયિકતા ત્યાગી છે, પરંતુ બહુમતીનો વિશ્વાસ જીતવાનો બાકી છે.

ગઇકાલનો ચુકાદો અસીમાનંદજીનો દિગ્વીજય જાહેર કરે છે.

(10:14 am IST)