Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

મીઠાઇ ઝાપટો, જામીન મેળવો...!

નેતા સમાજના કોમેડી કીમિયાઃ બધા સાથે મળીને લોકશાહીની તબિયત બગાડી નાખશે....!

દો રાજકુમારો કી શૂટિંગ શુરુ હો ગઇ હૈ... આ શબ્‍દો વડાપ્રધાનના છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવનું નામ લીધા વગર મોદીજીએ કટાક્ષ કર્યો હતો. રાજકારણીઓને માપી શકાય તેવી મેજર ટેપ હજુ બની નથી. વિપક્ષ મોદીજીને માપવાનો પ્રયત્‍ન કરે છે. પણ ખુદ મપાઇ રહયો છે. મોદીજીનું વ્‍યકિતત્‍વ અજીબ છે. એક સભામાં હાઇલેવલ બૌધ્‍ધિકતાની વાત કરે છે અને બીજી સભામાં સાવ તળિયાનો તર્ક અને કોમેન્‍ટ...

સ્‍થિતિ પ્રમાણે રંગ બદલી નાખવાની કલામાં ભારતની રાજનીતિને વિશ્વમાં કોઇ પહોંચી ન શકે. ઇડીએ એક નેતા પર ગજબનો આરોપ લગાવ્‍યો છે. સતત પ્રસિધ્‍ધિમાં રહેતા કેજરીવાલ ચૂંટણી સમયે જ અંદર થઇ ગયા છે. અંદર તરફડી રહ્યા છે. બહાર આવવા કોર્ટમાં ઘણાં તર્ક કર્યા, પણ હજુ અંદર છે અને હકિકત છે. પોતાને સ્‍માર્ટ જગતના બાદશાહ ગણતા નેતા અરવિંદભાઇએ બહાર આવવા મીઠાઇનો સહારો લીધો....!

તેઓ ડાયાબિટીસના દર્દી છે. ઇડીએ આરોપ લગાવ્‍યો કે, કેજરીવાલ જેલમાં મીઠાઇ દાબી રહ્યા છે, જેથી ડાયાબીટીસ વધી જાય અને જામીન મળી જાય...! આ આક્ષેપ સાચો હોય ત

ો ગજબ કહેવાય. ચૂંટણીમાં નેતાઓ એટલી હદે ઘાંઘા થઇ જાય છે કે, રાજકીય લાભ માટે ખુદની તબિયતની જાણી જોઇને પથારી ફેરવી દે છે. આપ' ના સંસ્‍કારી નેતાઓ તો રાજનીતિમાં ગજબના ખેલ કરી રહ્યા છે.

મીઠાઇ જાપટવાનો કોમેડી કીમિયો ઉઘાડો પડી જતા નવું ગતકડું શરૂ કરી દીધું છે.  માંડ-માંડ જામીન મુકત થયેલા આપ' નેતા સંજયસિંહે પત્રકાર પરિષદ કરીને આરોપ લગાવ્‍યો કે, ‘વડાપ્રધાન મોદીજી જેલમાં કેજરીવાલને મારવાનું ષડયંત્ર ઘડી રહ્યા છે...!'

આ ચૂંટણીમાં ઘણાં જ નેતા-નેતીઓની દશા ઉંદરડી દારુ ગટગટાવી ગઇ હોય તેવી થઇ ગઇ છે. પબ્‍લિકને સાવ મૂરખ માનીને ફાલતુ ગતકડાઓ વહાવતા રહે છે. નેતાઓની તબિયતની પથારી ફરે કે નહિ એ ભગવાન જાણે, પરંતુ ગતકડાબાજ નેતાઓના કારણે લોકશાહીની તબિયતની પથારી ફરી રહી છે.

માત્ર આમ આદમી પાર્ટીના જ નેતાઓ નહિ, મોટાભાગના નેતાઓ લોકોને ગુમરાહ કરવા કે લોકોનું બ્રેઇન વોશિંગ કરવાના ધ્‍યેયથી ધંધે લાગ્‍યા છે. લોકોએ સ્‍માર્ટપણું દાખવીને ગતકડાબાજ નેતાઓની હાંસી ઉડાવવી જોઇએ. આવા તત્‍વોને સહન કરવાની જરૂર નથી.

કરવા જેવા કાર્યોનો પાર નથી. પણ નેતા-નેતીઓ મોટાભાગે ન કરવાના ધંધા જ આદરીને બેસે છે. દેશની સમસ્‍યાઓ ઉકેલવાનું મુખ્‍ય કામ નેતાઓનું છે, ભારતમાં નેતાઓના ટોળા જ મોટી સમસ્‍યા બની ગયા છે

(11:08 am IST)