Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ભ્રમ ફેલાવવાની સ્‍પર્ધા જામી

રાજકીય પક્ષો હિન્‍દુવાદ તથા લઘુમતીવાદના નાટક કરતા હોય તેવો ભાસ નથી થતો ?

વિવિધ પક્ષોના જાહેર થયેલા સ્‍ટાર પ્રચારકો દેશભરમાં ઉડા-ઉડ કરીને પ્રચાર કરવા લાગ્‍યા છે. દેશ સામે ચૂંટણીના રિયલ મુદ્‌્‌ાઓનો પાર નથી, પરંતુ ધારણા પ્રમાણે જ જંગ લીલા-ભગવા રંગ તરફ  ફંટાવા લાગ્‍યો છે. ભાજપે રામ મંદિર-કલમ ૩૭૦ વગેરે મુદ્‌્‌ે કામ કરી દેખાડયું છે. આ મુદ્‌્‌ા  ચૂંટણીમાં ગાજી રહ્યા છે. આ સામે કોંગ્રેસ અને સાથી પક્ષો લઘુમતી મતદારો ખુશ રહે તેવા મુદ્‌્‌ા ઉઠાવે છે. કર્ણાટકમાં હનુમાન ચાલીસાનો વિરોધ, પ.બંગાળમાં મમતા દ્વારા સીએએનો ખુલ્લો વિરોધ વગેરે મુદ્‌્‌ા લઘુમતી સમુદાયના મત માટે છેડવામાં આવ્‍યા છે.

ભારતની લગભગ દરેક ચૂંટણીમાં આવી ડિઝાઇન બને છે. આ કારણે મહત્‍વના પ્રશ્નો ઉકલતા નથી. સૌથી મહત્‍વની બાબત એ છે કે, રાજકીય પક્ષો હિન્‍દુવાદ તથા લઘુમતીવાદના નાટક કરતા હોય તેવો ભાસ થતો નથી લાગતો ?

મોદી સરકારે રામ મંદિર, સીએએ વગેરે મુદ્‌્‌ે નિર્ણાયક કદમ ભર્યા છે, પરંતુ સરેરાશ હિન્‍દુઓની દશામાં શું ફેર પડયો ? ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપનું શાસન છે, મોદીજી દિલ્‍હી ગયા બાદ ભાજપીઓ સેટિંગ કરીને મજબૂત બનીને મોજ કરી રહ્યા છે. અહીં સામાન્‍ય હિન્‍દુ પરિવારોની દશા કફોડી બની છે. સામાન્‍ય લોકો ફફડી રહ્યા છે, એકપણ ભાજપી નેતાના પેટનું પાણી હલતું નથી. ઘણાં જાણકારો કહે છે કે, ભગવા રંગના નામે મત માગનારા ગુજરાતના ઘણાં ભાજપીઓ ખાનગીમાં લીલા રંગની મહેફીલમાં જઇને મુજરા કરી આવે છે. ભુતકાળમાં હિન્‍દુત્‍વને ગાળ દેનારાં ઘણાં કોંગીજનો આજે ભાજપના ઉમેદવાર બની ગયા છે... પક્ષ હિન્‍દુવાદી હોવાનો ભ્રમ નથી ફેલાવતો ?

આવી જ દશા લઘુમતીવાદી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની છે. આઝાદી કાળથી કોંગ્રેસ લઘુમતી મત માટે મુજરા કરી રહી છે. લઘુમતીઓના મત લઇને દાયકાઓ સુધી સત્તા ભોગવી,  પરંતુ લઘુમતી સમુદાયની સુખાકારીમાં વધારો થયો ? જવાબ છે, ના. મમતા દીદી તો પૂરેપૂરી લીલા રંગે રંગાયેલી છે. લાંબા ગાળાથી પ. બંગાળમાં સત્તા ઉપર છે, પરંતુ એક સર્વે પ્રમાણે પ. બંગાળમાં લઘુમતી સમુદાયની હાલત બગડી છે. લાલુ-મુલાયમ વગેરે  રેન્‍જના  નેતાઓ પણ સતત મુજરા કરતા રહે છે, તેમના સત્તાકાળમાં સરેરાશ લઘુમતી પરિવારોની દશા કઠીન રહી છે.

રાજકીય મંચ પરથી ફેલાતા કોઇ પણ વાદની પાછળ ઢસડાતા મતદારો ભ્રમનો શિકાર બને છે. ભ્રમ ફેલાવીને નેતા-નેતીઓ પોતાની રાજકીય દુકાન ધમધમતી રાખે છે. દાયકાઓથી આ સ્‍થિતિ છે. હવે મતદારે સમજદાર અને જાગૃત બનવું પડશે. મતદારો ભારતીયો બનીને મતદાન કરે તો પક્ષો અને ઉમેદવારોએ રાષ્‍ટ્રને કેન્‍દ્રિત થઇને ચૂંટણી લડવા ફરજ પડે

(10:41 am IST)