Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

શહીદીનું વેર વાળો.. મત લઇ જાવ

મહેબુબા સાથે ભાજપનો સંસાર મોંઘો પડયો : છૂટાછેડા થઇ ગયા... હવે શરમ મૂકીને ત્રાટકો, નહિ તો ભારતીયો પક્ષથી છૂટાછેડા લઇ લેશે

''વંશવાદી રાજનીતિ સામાન્ય ભારતીયો માટે તકના દરવાજા બંધ કરે છે.'' આ જ્ઞાન વરૂણ ગાંધીએ વહાવ્યું હતું. વરૂણની વ્યકિતગત ઓળખ શૂન્ય છે, વંશ સિવાય તેને કોઇ વિશેષ ઓળખ બનાવી નથી. માત્ર વરૂણ જ નહિ, નેહરૂ-ગાંધી ખાનદાન વંશના જોરે જ ધબકી રહ્યું છે. સામાન્ય ભારતીય જાગૃત નથી તેથી લાયકાત વગરના વંશીઓ રાજકીય જલ્સા કરે છે. માત્ર કોંગ્રેસ જ નહિ, લગભગ દરેક પક્ષમાં વંશવાદ ફેલાઇ ગયો છે. કમાલ એ ગણાય કે વંશના જોરે તાગડધિન્ના કરનાર વરૂણો જ વંશવાદનો વિરોધ કરીને દુખતી રગ દબાવે છે.

ગઇકાલે રાષ્ટ્રીય રાજનીતિમાં ઇતિહાસનું એક પાનું ઉમેરાયું. એક વંશવાદી મુખ્યમંત્રીનું ધબાઇ નમઃ થઇ ગયું... કાશ્મીરમાં મેહબુબા મુફતી સરકાર ઘરભેગી થઇ ગઇ. ભાજપે ટેકો પાછો ખેંચી લેતા સરકાર ગબડી ગઇ. ભાજપ-પીડીપીનો જરા પણ ગ્રહમેળ ન હતો, સમગ્ર સંસાર કજોડા જેવો હતો. અંતે છૂટાછેડા થઇ ગયા, પરંતુ આ સંસાદ દેશને ખૂબ મોંઘો પડયો છે. જવાનોએ શહીદી વહોરી છે. હાથમાં એકે-૪૭ હોવા છતાં નાલાયકોના પથ્થરો ખાધા છે. ભાજપે-મોદી સરકારે ખૂબ જ બદનામી વહોરી છે. પ૬ની છાતીને બદલે પ૬ની ફાંદ જેવું કાશ્મીરી શાસન હતું.

ર૦૧૯ની ચૂંટણી માથે ગાજી રહી છે. ભાજપે આબરૂ બચાવવા મેહબુબા સાથે છૂટાછેડા લેવા ફરજ પડી છે. આ ઘટના ભૂલ સુધાર છે, પ્રાયશ્ચિત નથી. હવે કાશ્મીરમાં રાજયપાલ શાસન છે. એટલે કે પરોક્ષરૂપે મોદી શાસન છે. મેહબુબાની ટક-ટક રહી નથી. હવે કેન્દ્ર સરકારે શરમ-સંકોચ-માનવતાના દંભ બધું જ પડતું મૂકીને પૂરી તાકાતથી દેશની સેવા કરવી જોઇએ. આતંકીઓના તો ફૂરચા ઉડવા જ જોઇએ, સાથે પથ્થરબાજોના ટોળાઓને પણ સામૂહિકરૂપે જન્નત સુધી પહોંચાડવા અનિવાર્ય છે.

કાશ્મીરમાં સત્તાની લાલચમાં દેશમાં ભાજપની આભાની પથારી ફરી છે. ટેકો પાછો ખેંચવો એ પરાક્રમ નથી. મોદિત્વની આક્રમક આભાને ફરીથી પ્રસ્થાપિત કરવા માટે તાકાતનો પરચો નિયત સમયમાં દેખાડવોો પડશે. નિર્ણાયક ઓપરેશન વગર ર૦૧૯માં મત માંગવા ભારે પડશે. શહીદીનું વેર વાળો અને મત લઇ જાવ.. તેવું સુત્ર મતદારો આપવાના છે. માથાનો દુઃખાવો બન્યો છે. નેહરૂની ભૂલ હતી, સરદારની યોજના પ્રમાણે નેહરૂ ન ચાલ્યા... આ બધો ઇતિહાસ સાચો છે, પરંતુ એ પણ સાચું છે કે, અટલજી કાશ્મીર મુદ્દે કંઇ ઉકાળી શકયા ન હતા. આક્રમક ગણાતી મોદી સરકારે પણ ત્રણ વર્ષ કજોડા જેવો સંસાર ચલાવ્યો અને છૂટાછેડા લીધા. નિષ્ફળતાનું કલંક મોદી સરકાર પર પણ લાગી રહ્યું છે. હજુ તક છે. થોડો સમય બચ્યો છે. પરાક્રમ કરી દેખાડવાનો મોકો છે. વિરોધીઓની બોલતી બંધ કરવી જરૂરી છે. દેશના દુશ્મનોના શ્વાસ બંધ કરવા જરૂરી છે. ભારતમાતાના મસ્તક સમાન કાશ્મીરને ગૌરવ અપાવવું અનિવાર્ય છે.

મેહબુબાએ રાજીનામું આપીને પાકિસ્તાન સાથે મંત્રણા, અલગાવવાદી સાથે વાતચીતની તરફેણ કરીને પોતાની આભા કાશ્મીરી મુસ્લિમોમાં મજબૂત કરી છે. મોદીજીએ ૮૦ કરોડથી વધારે હિન્દુઓનો વિશ્વાસ સંપાદિત કરવો જરૂરી નથી ?

(9:51 am IST)