Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

રક્ષસોના ટોળા સામે માનવતા ન હોય...

કાશ્મીરમાં એક તરફી યુદ્ધવિરામનું નાટક પૂરૃં થયું, હવે મહાસફાયો કરો

દિલ્હીમાં કેજરીવાલનો ધરણા-ઉત્સવ ચર્ચામાં છે. ફરીથી ચૂંટણી આવી રહી છે. 'આપ'ને પોતાના કાર્યના મત મળે તેમ નથી, તેથી નાટકનો સહારો અનિવાર્ય છે. કેજરીને ચાર મુખ્યમંત્રીઓનો ટેકો મળ્યો છે. ત્રીજો મોરચો આકાર લે છે. કોંગ્રેસ કેજરીના વિરોધમાં છે. આશ્ચર્યની બાબત છે કે કર્ણાટકના કુમાર સ્વામી જનતાદળ (એસ) દ્વારા કેજરીવાલને ટેકો જાહેર થયો છે. કોંગ્રેસના સાથી 'આપ'ને સમર્થન આપે છે !

ર૦૧૯ના જંગ માટે રાજનૈતિક પાસા ફેંકાઇ રહ્યા છે. કોંગ્રેસ ઓછી બેઠકો પર ચૂંટણી લડીને ભાજપ-એનડીએને પાડી દેવાની રણનીતિ ઘડી રહી છે. આ સામે એનડીએ પણ સજ્જ થાય છે. ભાજપનો માથાનો દુખાવો એ છે કે, દુશ્મનો કરતા મિત્રો વધારે વિરોધ કરે છે. પેટા ચૂંટણીઓમાં ભાજપની પથારી ફરી ગઇ છે. મોદી સરકારે જાદુ યથાવત રાખવો હોય તો ચમત્કારો કરવા પડશે. રગસિયા ગાડા જેવી નીતિથી મત મળશે નહિ.

કાશ્મીર પ્રશ્ન ભારતીયોના માનસ પર અસર કરે તેવો છે. આ મુદ્દો મીડિયામાં પણ છવાયેલો છે. કાશ્મીરમાં મેહબુબા સાથે સરકાર રચીને ભાજપે ઇતિહાસ રચ્યો હતો. આ પ્રયોગ હવે ભાજપ માટે રાજકીય નુકસાન કરી રહ્યો છે. મોદી સરકાર આક્રમક ગણાય છે, પરંતુ કાશ્મીર મામલે દેશ ખોટમાં ચાલી રહ્યો છે.

દરરોજ જવાનો શહીદી વહોરે છે. વિદેશી આંતકીઓ હાહાકાર મચાવે છે. પથ્થરબાજો બેફામ બની ગયા છે. પાકિસ્તાનના ધ્વજ લહેરાવીને પથ્થરો મારે છે. આ બધું રાક્ષસી વૃત્તિનું પ્રદર્શન છે. આવા રાક્ષસોને ભડાકે દેવાને બદલે ભારતે માનવતાના નાટક કર્યા. રમજાન મહિનામાં એક તરફી યુદ્ધવિરામની ઘોષણા કરી. !

દરેક ધર્મનું સન્માન કરવું એ આપણી નીતિ છે, પરંતુ રાક્ષસોને કોઇ ધર્મ હોતો નથી. ભારતની શાંતિની પહેલનો જવાબ કેવો મળ્યો ? જવાનો પર સરહદની અંદર અને બહાર બંને તરફથી હુમલા થતા રહ્યા. સશસ્ત્ર જવાનો શહીદ થતા રહ્યા...

રાક્ષસો સામે માનવતા દેખાડીને ભારત વિશ્વ સામે ૭૦ વર્ષથી બબૂચક સાબિત થતો રહ્યો છે. છતાં યુદ્ધવિરામનો પ્રયોગ થયો અને દેશે નુકસાની વેઠવી પડી. આ સ્થિતિ અસહ્ય છે. આવી જ સ્થિતિમાં ચૂંટણી યોજાશે તો ભાજપનું ધબાઇ નમઃ નક્કી છે.  રમજાન મહિનો પૂરો થયો છે ઇદ પણ ઉજવાઇ ગઇ છે. હવે યુદ્ધવિરામના ગતકડા બંધ કરીને નિર્ણાયક આક્રમણ જરૂરી છે.

બે દિવસથી ગૃહપ્રધાન રાજનાથસિંહ વડાપ્રધાન સાથે કાશ્મીર મામલે મંથન કરી રહ્યા છે. સૈન્યના અધિકારીઓ પણ કેન્દ્ર સરકાર સાથે મીટીંગ કરે છે. મોટો નિર્ણય લેવાય તેવા અણસાર મળે છે. સ્પષ્ટ બાબત એ છે કે, એકાદ સર્જિકલ સ્ટ્રાઇકથી કંઇ વળવાનું નથી. નીતિ વિષયક આક્રમકતા દાખવીને મહાસફાયા તરફ વળવું જરૂરી છે.

પથ્થરબાજી અંગે સરકારે નીતિ વિષયક વ્યાખયા કરવી જરૂરી છે. સરકારે સ્પષ્ટ ઘોષિત કરવું જોઇએ કે, જવાનો પર પથ્થરમારો રાષ્ટ્ર પર આક્રમણ ગણાશે અને પથ્થરબાજો તથા તેના સહયોગીઓ દેશના આક્રમણખોરો ગણીને તેને ફૂંકી મારવામાં આવશે. કાશ્મીરમાં સરહદની બહાર સફાયા પહેલા સરહદની અંદર મહાસફાય જરૂરી છે. દેશમાં આતંકવાદીઓના સમર્થકો હશે ત્યાં સુધી આતંકવાદ દૂર નહિ થાય. મોદીજી, અમૂલ્ય તક છે. તૂટી પડો... ઇતિહાસ નહિ સર્જો તો ઇતિહાસ બની જતા વાર નહિ લાગે. (૮.ર)

(10:03 am IST)