Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કટોકટી : ૧૯૭૭ અને ર૦૧૮

ધ્યેય શુદ્ધ હોય તો આજની સ્થિતિમાં કટોકટી ઉપકારક બનેઃ ઇન્દિરાજીનો ધ્યેય અશુદ્ધ હતો

ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આવતીકાલનો દિવસ અતિ વિશિષ્ટ છે. ર૧ માર્ચ ૧૯૭૭ના દિને કટોકટી સમાપ્ત થઇ હતી અને મધ્યસત્ર ચૂંટણીની ઘોષણા કરાઇ હતી. કટોકટીને લોકશાહીનું બ્લેક પ્રકરણ ગણાવાઇ રહ્યું છે. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વિરૂદ્ધ કોર્ટનો ચૂકાદો આવતા તેમણે ઇમરજન્સીની ઘોષણા કરી હતી. કટોકટી પૂર્વેની અને પુસ્તકોમાં વર્ણવાઇ છે. કટોકટી ઇરમિયાન થયેલા અત્યાચારોની સીલસીલાબંધ હકીકતો ઇતિહાસમાં કંડારાઇ છે. આપણે આવી ઘટનાઓમાં નહિ, પરંતુ ઇમરજન્સીનું જુદા દૃષ્ટિકોણથી ચિંતન કરીએ.

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, આપણા દેશને લોકશાહી પચી નથી. સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિવર્તિત થઇ ગઇ છે. લોકશાહીના પારાવાર લાભ છે, તેના ગેરલાભ પણ છે. ભારતીય લોકશાહીમાં ચારેબાજુ ગેરલાભ છવાઇ ગયા છે. કોઇ કોઇના કાબુમાં નથી. અધધધ કાયદાઓ છે, પરંતુ તેનો મનઘડંત ઉપયોગ થાય છે. દરેક ક્ષેત્રે અંધાધુંધી જેવો માહોલ છે. અધિકારો માટે જંગલ ખેલાય છે, ફરજ અદા કરવામાં કોઇને રસ નથી. રાષ્ટ્રની ચારેય જાગીરો મનસ્વીપણે ચાલી રહી છે.

સ્પષ્ટ તારણ છે કે, આપણને લોકશાહીનો અપચો થઇ ગયો છે. ઇન્દિરા ગાંધીએ વ્યકિતગત સ્વાર્થ ખાતર લાદેલી કટોકટીનું સમર્થન ન જ થઇ શકે, પરંતુ એ કટોકટીની થોડી ઉજવળી બાજુ પણ રહી હતી. કટોકટી દરમિયાન દેશ સીધી લીટીમાં આવી ગયો હતો. સરકારી જમાઇ બનીને ફરતા કર્મચારીઓ-અધિકારીને ફરજનું ભાન થઇ ગયું હતું. લોકોના કામ ફટાકટ થવા લાગ્યા હતા. લોકો માટે પણ જાહેર શિસ્ત અનિવાર્ય બની હતી.

એ સમય કરતા આજની લોકશાહી વધારે ખતરનાક બની છે. બધાક્ષેત્રો બેફામ છે. લાઠી તેની ભેસ જેવી સ્થિતિ છે. ટોળાઓ સામે ભલભલી સરકાર ઝૂકી રહી છે જેનું મોટું ટોળુ તેને વધારે લાભ... જંગલ જેવી સ્થિતિ દેશની લોકશાહીની છે. રાષ્ટ્રની ચારમાંથી એક પણ જાગીર વખાણવાલાયક રહી નથી.

આ સ્થિતિનો ઉકેલ શું ? શુદ્ધ દૃષ્ટિએ -વ્યકિતગત સ્વાર્થ વગર-રાષ્ટ્રના હિતમાં કટોકટી લગાવી શકાય ? આ મુદ્દે રાષ્ટ્રીય સ્તરે ગંભીર ચિંતન થવું જોઇએ. જેની શકિત વધારે, જેનું ટોળુ મોટું એ શિકાર કરીને પેટ ભરે... આ કાયદો જંગલનો છે. લોકશાહીની આવી સ્થિતિ શોભાસ્પદ નથી જ. અધિકારીઓ-કર્મચારીઓને ગજા કરતા વધારે વેતન-પાવર મળ્યા છે, પરંતુ રાષ્ટ્રહિતમાં ફરજ બજાવનારા કેટલા ?

દેશના દરેક ક્ષેત્રે ફરજ ચૂકી રહ્યા છે અને અંધાધુંધી જેવો માહોલ છે. શેરીથી માંડીને દેશના નેતાઓ રાજા બનીને વટ મારી રહ્યા છે. પાયાના પ્રશ્નો ઉકલતા નથી. લોકો ટોળુ બનીને જાય તો ભલભલી સરકાર ઝૂકી જાય છે.

સ્થિતિ સુધારવાના વિચારથી લાદવામાં આવેલ કટોકટી કદાચ ફાયદો કરાવી શકે. નિષ્ણાતોએ આ મુદ્દે ચિંતન-ચર્ચા કરવા જોઇએ.

(9:53 am IST)