Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

સ્મિથ-કોહલીને પછાડી ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન કેન વિલિયસન નં-૧ ટેસ્ટ બેટસમેન

આઈસીસીએ તાજા ટેસ્ટ રેક્નિંગ જાહેર કર્યા : ન્યૂઝિલેન્ડના સ્ટાર બેટસમેનના બે પોઈન્ટના ફાયદા સાથે ૮૯૦ પોઈન્ટ, કોહલી ૮૭૯ પોઈન્ટ સાથે બીજા સ્થાને

દુબઈ, તા. ૩૧ : ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન કેન વિલિયસન ટેસ્ટમાં નંબર બેટ્સમેન બની ગયો છે. ૩૦ વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલીને પછાડીને બેટ્સમેનોની લેટેસ્ટ આઈસીસી ટેસ્ટ રેક્નિંગમાં ટોપ પર પહોંચી ગયો છે. ગુરુવારે જાહેર કરેલ રેક્નિંગમાં કેન વિલિયમસનને બે પોઈન્ટનો ફાયદો થયો છે. તેણે ૮૯૦ રેટિંગ અંકોની સાથે નંબર બેટ્સમેન બનવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલી ૮૭૯ અંકોની સાથે બીજા સ્થાન પર છે.

ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને પાકિસ્તાનની સામે હાલની સીરિઝની પહેલી ટેસ્ટમાં સદીનું ઈનામ મળ્યું છે. તેણે માઉન્ટ માઉંગાનુઈ ટેસ્ટમાં ૧૨૯ રનોની ઈનિંગ રમી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથને પોતાના ખરાબ પ્રદર્શનનું ફળ મળી રહ્યું છે અને તેના રેકિંગમાં ઘટાડો થઈ રહ્યો છે.

સ્ટીવ સ્મિથે ભારતની સામે મેલબોર્ન ટેસ્ટમાં અને રન બનાવી શક્યો હતો. હવે તે બે સ્થાનના નુકસાનની સાથે ત્રીજા સ્થાન (૮૭૭) પર છે. ભારતની હાલની ટેસ્ટ સીરિઝના કેપ્ટન અજિંક્ય રહાણે પાંચ સ્થાન ઉપર ચઢીને તે ૭૮૪ અંકોની સાથે છઠ્ઠા સ્થાન પર છે. રહાણેએ મેલબોર્ન ટેસ્ટમાં ૧૨૧ અને અણનમ ૨૭ રન બનાવ્યા હતા.

બોલર્સની આઈસીસી ટેસ્ટ રેક્નિંગમાં ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને બે સ્થાનનો ફાયદો થયો છે. તે ૭૯૩ અંકોની સાથે સાતમા સ્થાન પર છે. જસપ્રિત બુમરાહ એક સ્થાનઉપર ચઢ્યો છે અને તે ૭૮૩ અંકોની સાથે ૯મા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક ૮૦૪ અંકો સાથે બે સ્થાન ઉપર ચઢીને પાંચમા સ્થાન પર છે.

(8:26 pm IST)