Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

પોન્ટીંગની ટેસ્ટ ટીમમાં કોહલી એકમાત્ર ઇન્ડિયન

સિડનીઃ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલીયન કેપ્ટન રીકી પોન્ટિંગે આ દાયકાની પોતાની ટેસ્ટ ક્રિકેટ ટીમની પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે જેની કમાન વિરાટ કોહલીના હાથમાં સોપાઇ છે. તે આ ટીમમાં સામેલ છે. તે આ ટીમમાં સામેલ એકમાત્ર ભારતીય ખેલાડી છે. આ જાણકારી આપતા પોન્ટિંગે કહ્યું હતુ કે જયારે બધા દાયકાની ટીમ પસંદ કરી રહયા છે તો મેં વિચાર્યું કે હુ પણ આ મસ્તીનો ભાગ બનું. ૨૦૧૦ના દાયકા માટે આ મારી ટેસ્ટ ટીમ છે એલિસ્ટર કુક ડેવિડ વોનર કેન વિલીયમસન સ્ટીવ સ્મિથ વિરાટ કોહલી (કેપ્ટન) કુમાર સંગકારા (વિકેટ કિપર) બેન સ્ટોકસ ડેલ સ્ટેન નેથન લાયન સ્ટુઅર્ટ બ્રોડ જેમ્સ અન્ડરસન

(2:39 pm IST)