Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

કોહલી એન્ડ ટીમને પહેલી ડે એન્ડ નાઈટ ટેસ્ટમાં મદદ કરવા સહા તૈયાર

સહા પિન્કબોલથી ડોમેસ્ટીક મેચ રમી ચુકયો છે

કલકત્તાઃ ભારત અને બાંગલા દેશ વચ્ચે ત્રણ ટી-૨૦ અને બે ટેસ્ટ મેચની સિરીઝ ગણતરીના દિવસોમાં શરૂ થનારી છે. એવામાં છેલ્લી ટેસ્ટ મેચ જે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાવાની છે એ પહેલી ડે એન્ડ નાઈટ ટેસ્ટ હશે જે ભારતીય અને બાંગલા દેશની ટીમ રમશે. આ છેલ્લી ટેસ્ટ મેચ માટે વિકેટકીપર વૃદ્ધિમાન  સહા વિરાટ સેનાને મદદ કરવા અને ફીલ્ડ પર વિકેટકીપિંગ કરવા ઘણો આતુર છે.

પિન્ક બોલથી રમાનારી આ મેચ વિશે વાત કરતાં સહાએ કહ્યું હતું કે 'આ અમારા માટે એક નવી ચેલેન્જ છે. અમે પિન્ક બોલથી ટેસ્ટ મેચ નથી રમ્યા. હા, હું પિન્ક બોલ વડે ડોમેસ્ટિક ક્રિકેટ ગેમ રમ્યો છું, પણ ચેલેન્જ કઈ ગેમમાં નથી. એક ટીમ તરીકે તમે જેટલી વધારે ચેલેન્જ સ્વીકારો છો તમે એટલા જ સારા બનીને ઊભરી આવો છો.'

નોંધનીય છે કે સહા ઉપરાંત મોહમ્મદ શમી પણ ડોમેસ્ટિક સ્તરે પિન્ક બોલ વડે ડે એન્ડ નાઈટ મેચ રમવાનો અનુભવ ધરાવે છે. વધુમાં વાત કરતાં સહાએ કહ્યું હતું કે 'એમ રમી શકીએ છીએ. ભૂતકાળમાં ઓસ્ટ્રેલિયા અને એ ગેમ માટે જ સારી વાત છે.'

(3:10 pm IST)