Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

૨૦૨૩ના વર્લ્ડ કપમાં શાકિબ ટીમને લીડ કરશેઃ મોર્તઝા

ઢાકાઃ બંગલાદેશની વન-ડે ટીમના કેપ્ટન મશરફે મોર્તઝાએ હાલમાં જણાવ્યું છે કે ૨૦૨૩ના વર્લ્ડ કપમાં શાકિબ- અલ- હસન બંગલા દેશની ટીમને લીડ કરશે. મોર્તઝાને શાકિબ પર લાગેલા પ્રતિબંધને પગલે આંચકો લાગ્યો હોય એ સ્વાભાવિક છે, તેણે વિશ્વાસપૂર્વક જણાવ્યું છે કે શાકિબ જોરદાર કમબેક કરશે.

મોર્તઝાએ આ બાબતે કહ્યું હતું કે 'સ્વાભાવિક છે કે મને હવે કેટલાક દિવસ નીંદર નહીં આવે, પણ મને ભરોસો છે કે મને શાંતિથી નીંદર જરૂર મળશે જયારે ૨૦૨૩ વર્લ્ડ કપમાં શાકિબ બાંગલાદેશની ટીમને લીડ કરશે.'

(1:15 pm IST)