Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

સાનિયા મિર્જાના પુત્રનું આ છે નામ

નવી દિલ્હી: ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્જા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના ઘરે મંગળવારે પુત્રએ જન્મ લીધો. શોએબ અને સાનિયાએ તેના પુત્રનું નામ ઇજાન મિર્જા મલિક રાખ્યું છે. સાનિયા અને શોએબનું માનવું છે કે પહેલું નામ ઉપરવાળાની ભેટ હોય છે અને તેમના માટે તેમનો પુત્ર અલ્લાહે આપેલી ભેટ છે.શોએબ મલિકે ટ્વીટ કરીને કહ્યું છે કે જણાવતા હુ ખૂબ ઉત્સાહિત છું, છોકરાનો જન્મ થયો છે અને સાનિયાને પણ સારુ છે અને તે હંમેશાની જેમ મજબૂતીથી ઉભી છે. તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે આભાર. શોએબ મલિકે ટ્વીટની સાથે હેશટેગ #BabyMirzaMalik નો પણ ઉપયોગ કર્યો હતો. શોએબ અને સાનિયાએ હૈદરાબાદી રિવાજથી 12 એપ્રિલ, 2010 લગ્ન કર્યા હતા. સાનિયાએ કહ્યું કે મા બનવું સશક્ત બનાવે છે. જે તમારી અસલી ઓળખ છે. સાનિયાએ 23 એપ્રિલે એક ટ્વીટ દ્વારા પુષ્ટિ કરી હતી કે તે મા બનવાની છે.

(5:08 pm IST)