Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ટીમ ઈન્ડિયા 273 રન બનાવી ઓલ આઉટ:ઈંગ્લેન્ડ ઉપર 27 રનની સરસાઈ મેળવી :ચેતેશ્વર પૂજારાએ શાનદાર સદી ફટકારી

 

સાઉધમ્પ્ટનઃ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાલતી ચોથી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયા 273 રનમાં ઓલઆઉટ થઈ છે ભારતે ઈંગ્લેન્ડ પર 27 રનની લીડ મેળવી છે. ભારત તરફથી એકમાત્ર ચેતેશ્વર પૂજારા સફળ બેટ્સમેન રહ્યો હતો, જેણે અણનમ 132 રન ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. પૂજારા ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. અગાઉ, પ્રથમ દિવસે ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 246 રન પર ઓલઆઉટ કરી દીધું હતું

પ્રથમ દિવસના 19 રનથી શરૂઆત કરનારી ભારતીય ટીમને 37ના સ્કોર પર લોકેશ રાહુલનો પ્રથમ ફટકો પડ્યો હતો. લોકેશને બ્રોડે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. ત્યાર બાદ ટીમના 50ના સ્કોર પર શિખર ધવન પણ 23 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ આવેલા કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો

(11:23 pm IST)