Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

એશિયા કપ-2018માં થશે આ ભારતીય દિગ્જ્જોની એન્ટ્રી

નવી દિલ્હી:એશિયા કપ- 2018નું આયોજન સંયુક્ત અરબ અમીરાતમાં 15 સપ્ટેમ્બરથી થશે, જે 28 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. જેની મેચો અબુધાબી અને દુબઇમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમો ભાગ લેશે. આ સીરિઝમાં ભાગ લેનાર છ ટીમ એશિયા ક્રિકેટ કાઉંન્સીલ ક્વોલિફાયરની વિજેતા ટીમ રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) 1 સપ્ટેમ્બરે ભારતીય ટીમની ઘોષણા કરશે. ભારતીય ટીમથી બહાર રહેલ મનીષ પાંડે, કેદાર જાધવ અને સુરેશ રૈનાને આ ટીમમાં મોકો મળી શકે છે. ટોપ ઓર્ડરમાં ઇનિંગની શરૂઆત રોહિત શર્મા અને શિખર ધવન કરતા નજર આવી શકે છે. ત્યાં જ ત્રીજા ક્રમની બેટિંગનો ભાર વિરાટ કોહલી સંભાળી શકે છે. ચોથા નંબર મનીષ પાંડેની વાપસી થઇ શકે છે. ઇન્ડિયા એ તરફથી પાંડેનું પ્રદર્શન સારૂ રહ્યું છે, તેના ફોર્મને જોતા ટીમમાં તેને સ્થાન મળવું લગભગ નક્કી છે. તમને જણાવી દઇએ કે, ઇગ્લેન્ડ વિરૂદ્ધ ટી-20 સીરિઝમાં મનીષ પાંડે ફ્લોપ રહ્યો હતો, જેના પછી તેને ટીમમાંથી બહાર કરી દેવાયો હતો.ઇજાના કારણે ખુબ લાંબા સમયથી ટીમથી બહાર રહેલ મિડલ ઓર્ડર બેટ્સમેન કેદાર જાધવ પણ એશિયા કપ દ્વારા ટીમમાં વાપસી કરી શકે છે. આઇપીએલ દરમિયાન જાધવ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, જેના કારણે તે ઇંગ્લેન્ડ પ્રવાસનો ભાગ બની શક્યો નહી. સુરેશ રૈનાએ લાંબા સમય બાદ ટીમમાં જરૂરથી વાપસી કરી હતી, પરંતુ તેનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નહી. ત્યાં જ જડપી બોલર ભુવનેશ્વર કુમારનું પરત ફરવું લગભગ નક્કી છે.સંભવિત ટીમ-ભારત: વિરાટ કોહલી (કેપ્ટન) શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મનીષ પાંડે, કેદાર જાધવ, એમએસ ધોની, સુરૈશ રૈના, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, યજર્વેદ ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સમી, ઉમેશ યાદવ.

(5:24 pm IST)