Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

વોર્નની બેસ્ટફ્રેન્ડ અને સાથી ક્રિકેટરની પૂર્વ પત્ની ઉપર છે

ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્પિનર ફરી ચર્ચામાં : ઓસી.ના પૂર્વ કેપ્ટન માઈક્લ ક્લાર્કે હાલમાં જ કાઈલીથી ડિવોર્સ લીધા :વોર્ને ૨૦૦૫માં સિમોનથી છુટાછેડા લીધા

સિડની, તા. ૩૧ : પૂર્વ ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્ન ફરી એક ચર્ચામાં છે. પોતાના આશિક મિજાજ માટે બદનામ વોર્ન પર આ વખતે પોતાના જ બેસ્ટ ફ્રેન્ડની એક્સ વાઈફ પર નજર ખરાબ કરવાનો આરોપ લાગ્યો છે. તેનો આ બેસ્ટ ફ્રેન્ડ બીજો કોઈ નહીં પરંતુ પૂર્વ કેપ્ટન માઈક્લ ક્લાર્ક છે. હકીકતમાં કલાર્કે હાલમાં જ કાઈલી સાથે ડિવોર્સ લીધા છે. આ બાદ કાઈલની તસવીરો પર શેર વોર્ન લાઈક્સ કરી કરતો જોવા મળ્યો. જેના કારણે મીડિયામાં આ ચર્ચા વધુ તીવ્ર બની. બ્રિટિશ એક્ટ્રેસ લિજ હર્લેથી ડીજે એમિલી સ્કોટ સાથે પોતાની પ્રેમકહામી બનાવી ચૂકેલા વોર્નના ૨૦૦૫માં સિમોન સાથે ડિવોર્સ થયા હતાં. આ બાદથી તે સતત નવા નવા અફેરને લઈને ચર્ચામાં રહે છે. વોર્નની આ લિસ્ટમાં જે નવું નામ સામે આવી રહ્યું છે તે કદાચ ક્લાર્કને પસંદ ન આવે. ઓસ્ટ્રેલિયાઈ ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક અને તેની પત્ની કાઈલીએ લગ્નના સાત વર્ષ બાદ એપ્રિલ ૨૦૨૦માં જ ડિવોર્સની જાહેરાત કરી હતી. આ બંનેના લગ્ન ૨૦૧૨માં થયા હતા. બંનેને એક ચાર વર્ષની દીકરી પણ છે જેનું નામ કેલસી લી છે. આ કપલે કહ્યું હતું, થોડા સમય અલગ રહ્યા બાદ અમે સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા મનમાં એકબીજા પ્રત્યે સન્માન છે. આ અમારા બંને માટે સારું છે અને અમે બંને મળીને પોતાની દીકરીની દેખરેક કરીશું. જાણકારી છે કે આ ડિવોર્સ માટે ૪૦ મિલિયન ડૉલર એટલે કે લગભગ ૨૮૫ કરોડ રૂપિયામાં થયા. તેમાં ઘર પણ શામેલ છે. નવેમ્બર ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયન મીડિયામાં કલાર્કના તેની આસિસ્ટન્ટ સાથે અફેર હોવાની ખબરથી લગ્ન જીવનમાં તિરાડ પડી. સાશા, માઈકલ ક્લાર્કની ક્રિકટ એકેડમીમાં કામકાજ સંભાળતી હતી. પરંતુ આ બંનેને ઘણા સમય સુધી સાથે જોવામાં આવ્યા. જોકે બંનેએ પોતાની વચ્ચે રોમેન્ટિક સંબંધ હોવાની ખબરોને નકારી હતી.

આ બાદ હવે શેન વોર્ન અચાનકથી ત્યારે ચર્ચામાં આવી ગયો જ્યારે તેણે કાઈલીની તસવીરોને લાઈક કરી દીધી. આના પર નીકટતાની ચર્ચા કરવા લાગ્યા. જો કે આ મામલે અત્યાર સુધી બંને તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું. પરંતુ શેન વોર્નના આશિક મિજાજથી બધા પરિચિત છે.

(8:11 pm IST)
  • પંજાબ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળે 15 જૂન સુધી તેમના રાજ્યોમાં lockdown વધારી દીધેલ છે access_time 11:29 pm IST

  • કોરોનાએ હાહાકાર મચાવ્યો : ઉત્તરાખંડના એક કેબિનેટ મિનિસ્ટર અને તેના પરિવારના સભ્યો તથા સ્ટાફ સહિત ૨૨ લોકોને કોરોના પોઝિટિવ આવેલ છે access_time 10:00 pm IST

  • એર ઇન્ડિયાના 11 કર્મચારીઓને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવેલ છે access_time 11:30 pm IST