Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

15 વર્ષ પછી પાકિસ્તાનની ધરતી પર વેસ્ટઈંડિઝની મહિલા ક્રિકેટ ટીમ રમશે મેચ

નવી દિલ્હી: પાકિસ્તાની સામે રમાનાર  20-20 સીરીઝ માટે કેપ્ટન મારિસા અગુઈલેરાની આગેવાની હેઠળની 13 સભ્યની વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ બુધવારે કરાચી પહોંચી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે 8 સભ્ય સપોર્ટ સ્ટાફ પણ છે.વેસ્ટ ઈન્ડિઝ ટીમ 15 વર્ષ પછી પાકિસ્તાનની મુલાકાત લેનાર પ્રથમ બિન-એશિયન મહિલા ક્રિકેટ ટીમ છે. વીવીઆઈપી સુરક્ષા પ્રોટોકોલ વચ્ચે, પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના પાકિસ્તાન મહિલા બોર્ડના અધિકારીઓએ વેસ્ટ ઈન્ડિઝ ટીમનો સ્વાગત કર્યો.500 થી વધુ પોલીસ અધિકારીઓની સુરક્ષા વચ્ચે, વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમને એરપોર્ટથી હોટેલમાં લઈ જવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝ ટીમ 31 જાન્યુઆરીથી ફેબ્રુઆરી 3 સુધી કરાચીમાં હોસ્ટ પાકિસ્તાન સામે ત્રણ 20-20 મેચ રમશે. પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ફરીથી શરૂ કરવા માટે બંને ટીમો વચ્ચેની આ શ્રેણીને એક મુખ્ય પગલું તરીકે જોવામાં આવે છે.

 

(5:58 pm IST)