Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

સરફરાઝ અહમદે ટીકાકારોને આપ્યો જવાબ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન સરફરાઝ અહમદ હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સાઉથ આફ્રિકાના ખેલાડી એન્દીલ ફેલુકવાયો પર રંગભેદી ટિપ્પણીને કારણે તેના પર ચાર મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને સ્વદેશ પરત બોલાવી લીધો હતો. પાકિસ્તાન આવ્યા બાદ સરફરાઝે માફી માગતા કહ્યું હતું કે મને મારી ભૂલની ખબર પડી છે. હું એક સારી વ્યકિત બનવાનો પ્રયાસ કરીશ.

જો કે હવે તેણે સોશ્યલ મીડિયામાં એક વિડીયો દ્વારા પોતાના ટીકાકારોને જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં એક બાળક કહી રહયો છે કે તું તારી ક્ષમતાને ઓળખ. ખામીઓ શોધવા માટે લોકો તો છે જ ને.

(3:25 pm IST)