Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

હાર્દિક પંડ્યા સાથેય કપિલ દેવની તુલના વિશે અઝરૂદ્દીનનું બયાન: ભારતને બીજો કપિલ દેવો મુશ્કેલ છે

નવી દિલ્હી:ભારતના લેજન્ડરી કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવની સાથે ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની તુલના ન કરવી જોઈએ તેવો મત વ્યક્ત કરતાં ભૂતપૂર્વ કેપ્ટન અઝરુદ્દિને કહ્યું કે, ભારતીય ક્રિકેટને બીજો કપિલદેવ મળવો અત્યંત મુશ્કેલ લાગે છે. કોલકાતામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અઝરુદ્દિને કહ્યું કે, કપિલ દેવની સાથે હાર્દિક પંડયાની તુલના કરવી આવકારદાયક ન કહેવાય. હું માનુ છું કે, ભારતમાં બીજો કોઈ કપિલ દેવ નહિ થાય. કપિલ દેવે વર્ષોના વર્ષો સુધી જે પ્રકારની સખત મહેનત કરી અને જે પ્રકારનો વર્કલોડ ઉઠાવ્યો છે તેવું હવે ભાગ્યે જ કોઈ કરી શકે. મને યાદ છે કે, કપિલ દેવ એક દિવસમાં ૨૦-૨૫ ઓવર નાંખતા. જૂજ લોકો તેના જેવી મહેનત - સંઘર્ષ કરી શકે છે.

 

 

(4:38 pm IST)