Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

જો વન-ડે સિરીઝ જીતશું તો ટોચના સ્થાને

કાલથી ભારત- દ.આફ્રિકા વચ્ચે વન-ડે સિરિઝનો પ્રારંભઃ સાંજે ૪:૩૦થી પ્રસારણઃ ધોની આ સિરીઝમાં ૧૦ હજાર રન પૂરા કરશેઃ જો ભારત સિરીઝ હારશે તો ત્રીજા સ્થાને ફેંકાઈ જશે

ડરબનઃ ભલે ટેસ્ટ સિરીઝ હારી ગયા પણ અંતિમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વિજય મેળવ્યો હતો. દરમ્યાન આવતીકાલથી વન-ડે સિરીઝનો પ્રારંભ થઈ રહયો છે. જો ટીમ ઈન્ડિયા આ સિરીર્ઝી જીતી જશે તો વન-ડે રેન્કીંગમાં નં-૧ બનવાની તક છે અને જો સિરીઝ હારશે તો બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને ફેંકાઈ જશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે સિરીઝનો પ્રથમ મેચ આવતીકાલે રમાશે. જેનું ભારતીય સમય મુજબ સાંજે ૪:૩૦ વાગ્યાથી પ્રસારણ થશે.

દરમિયાન ભારતીય ટીમના સૌથી અનુભવી ખેલાડી ધોની  માટે આ સિરીઝ ખૂબ જ મહત્વની સાબિત થશે. માહિ વન-ડે સિરીઝમાં ૧૦ હજાર રન પૂરા કરવા માટે ૧૦૨ રનની જરૂર છે.

દ.આફ્રિકા વિરૂધ્ધની વન-ડે શ્રેણીમાં ૬ મેચ રમવાના છે. ટીમ ઈન્ડિયા જો ૪-૨ના અંતરથી જીત મેળવશે તો તે ૧૨૦ રેટિંગ સાથે આઈસીસી વન-ડે ક્રમાંકમાં ટોચ પર આવી જશે. હાલ આફ્રિકાની ટીમ ૧૨૦ રેટિંગ સાથે ટોચ પર છે. ભારતના ૧૧૯ રેટિંગ છે. બીજી તરફ જો ભારતને ૧-૫ થી હાર મળશે તો તે ત્રીજા સ્થાને ખસી જશે અને ઈંગ્લેન્ડ બીજા નંબર પર આવી જશે.(૩૦.૩)

(12:40 pm IST)